બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / રામાયણ કાળ સાથે જોડાયેલું જનવારી નાથ ધામ: જ્યાં ખુલ્લા આકાશ નીચે બિરાજમાન છે સ્વયં મહાદેવ
5 ફોટો ગેલેરી
Last Updated: 11:34 PM, 1 August 2026
1/5
ઉત્તર પ્રદેશના સુલતાનપુર જિલ્લામાં જંગલો વચ્ચે આવેલું ભગવાન શિવનું જનવારી નાથ ધામ આસ્થાનું મોટું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ મહિનો શરૂ થતાં જ આ પવિત્ર ધામમાં ભક્તો અને કાવડિયાઓનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે.
2/5
પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ લંકાપતિ રાવણનો વધ કરીને અયોધ્યા પરત ફરી રહ્યા હતા, ત્યારે અયોધ્યાની સીમામાં પ્રવેશતા પહેલા તેમણે નજીકમાં આવેલી ગોમતી નદીના ધોપાપ ઘાટ પર સ્નાન કર્યું હતું. ત્યારબાદ પ્રભુ શ્રીરામે જનવારી નાથ ધામ આવીને આ પવિત્ર શિવલિંગની સ્થાપના કરી હતી અને પૂજા-અર્ચના કરીને મહાદેવના આશીર્વાદ લીધા હતા. સ્થાનિક રહીશ યોગેન્દ્ર મિશ્રાના જણાવ્યા મુજબ, આજે પણ આ વિસ્તારની ઝાડીઓમાં અવારનવાર નાગ-નાગિન ફરતા જોવા મળે છે, પરંતુ બાબાની કૃપાથી તેઓ ક્યારેય કોઈ ભક્તને નુકસાન પહોંચાડતા નથી.
3/5
બાબા જનવારી નાથ ધામનું શિવલિંગ ખુલ્લા આકાશ નીચે બિરાજમાન છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ભૂતકાળમાં અનેક ધનાઢ્ય લોકો અને ભક્તોએ શિવલિંગ પર પાકી છત કે ગુંબજ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાંધકામ ક્યારેય પૂરું થઈ શક્યું નહીં. જેથી આજે પણ મહાદેવ અહીં ખુલ્લા આકાશ નીચે જ વિરાજમાન છે. સ્થાનિકોનું માનવું છે કે શ્રાવણમાં જ્યારે મુસળધાર વરસાદ પડે છે, ત્યારે સ્વયં ઈન્દ્રદેવ મહાદેવનો અભિષેક કરવા આવે છે.
4/5
શ્રાવણ મહિનામાં, ખાસ કરીને સોમવાર અને શનિવારે અહીં ભક્તોની ભારે ભીડ જામે છે. સુલતાનપુર ઉપરાંત આસપાસના અનેક જિલ્લાઓમાંથી કાવડિયાઓ જળ લઈને બાબાના દરબારમાં પહોંચે છે, જેનાથી સમગ્ર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઉઠે છે. બાબા જનવારી નાથને તાજા લાડુ, બર્ફી અને પેંડાનો ખાસ ભોગ ધરાવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ