બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હળવદમાં વરસાદી કહેર, આ ગામનો માલધારી યુવક તણાયો, સઘન શોધખોળ બાદ મળ્યો મૃતદેહ

ગુજરાત / હળવદમાં વરસાદી કહેર, આ ગામનો માલધારી યુવક તણાયો, સઘન શોધખોળ બાદ મળ્યો મૃતદેહ

Published By: Vishal Khamar

Last Updated: 10:06 PM, 1 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હળવદના માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે માલધારી યુવક વોકરાના પાણીમાં તણાઈ ગયો હોવાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ભારે શોધખોળ હાથ ધરી હતી. તેમજ આ બાબતે પોલીસને જાણ કરતા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી.

હળવદ-માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે શનિવારે એક દુઃખદ ઘટના સામે આવી છે. માલઢોર ચરાવવા માટે ગામની સીમ વિસ્તારમાં ગયેલા એક માલધારી યુવકનું વોકરાના પાણીમાં તણાઈ જતાં મોત નિપજ્યું હતું.

લાંબી શોધખોળ બાદ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક ગેલાભાઈ નોંઘાભાઈ ભરવાડ (ઉંમર 42 વર્ષ), રહેવાસી જૂના ઘાટીલા ગામ, માલઢોર ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા. આ દરમિયાન તેઓ વોકરાના પાણીમાં તણાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા ગ્રામજનો સ્થળ પર પહોંચ્યા

ઘટનાની જાણ થતાં ગામલોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે શોધખોળ હાથ ધરી હતી. લાંબી શોધખોળ બાદ ગેલાભાઈનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ સુરતમાં વરસાદનો કહેર, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, કીમ નદી કાંઠે હાઈ એલર્ટ

મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો

બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે સમગ્ર જૂના ઘાટીલા ગામમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Halvad Maliya News Maldhari Youth Drowned Juna Ghatila News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ