બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં વરસાદનો કહેર, 4 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, કીમ નદી કાંઠે હાઈ એલર્ટ
Last Updated: 09:42 PM, 1 August 2026
હવામાન વિભાગ દ્વારા સુરત જિલ્લા માટે જાહેર કરવામાં આવેલા 'રેડ એલર્ટ' તેમજ આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદના પગલે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જિલ્લાની પ્રવર્તમાન પૂર અને વરસાદી પરિસ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી અગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ અને ભારે વરસાદથી લોકોને સુરક્ષિત રાખવા અંબિકા નદી કિનારાના ગામો તેમજ અન્ય અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાંથી ૪,૦૦૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT

સુરત જિલ્લામાં સરેરાશ 8 ઈંચ વરસાદ થયો
ADVERTISEMENT
વરસાદની પ્રવર્તમાન સ્થિતિ અંગે કલેક્ટરએ છેલ્લા ૨૪ કલાકની (ગઈકાલે સવારે ૬:૦૦ થી આજે સવારે ૬:૦૦ વાગ્યા સુધીની) સ્થિતિએ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સરેરાશ ૨૨૨ mm (આશરે ૮ ઈંચ) વરસાદ થયો છે. જેમાં અંબિકા તાલુકામાં સૌથી વધુ ૫૬૫ mm (અંદાજિત ૨૨.૫ ઈંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે અન્ય તાલુકાઓમાં ૫ થી ૧૨ ઈંચ સુધીનો વરસાદ થયો છે. આ ઉપરાંત, સુરત શહેરમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં આશરે ૫ થી ૬ ઈંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આઈસોલેટેડ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની શક્યતા યથાવત છે.

ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે, આજે સવારે વરસાદનું જોર થોડું ઘટી જતાં રાહત અનુભવાઈ હતી, પરંતુ સવારે ૧૦:૦૦ વાગ્યાથી ફરી તમામ તાલુકાઓમાં સતત વરસાદ શરૂ થયો છે. આજે પણ જિલ્લામાં 'રેડ એલર્ટ' હોવાથી તંત્ર સતર્ક છે. કીમ નદી ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેથી તંત્ર દ્વારા ગઈકાલથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જે આજે પણ જરૂરિયાત મુજબ સતત શરૂ છે.

ADVERTISEMENT
મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીની નીચે વહી રહી
સુરત શહેરની તમામ મુખ્ય ખાડીઓ હાલ ભયજનક સપાટીની નીચે વહી રહી છે. ગઈકાલે કેટલીક ખાડીઓમાં જળસ્તર વધ્યું હતું, પરંતુ હાલ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. તાપી નદીમાં સિંગણપોર કોઝવે ઓવરફ્લો થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૩૩ ફીટ છે, જેની સામે વર્તમાન પાણીની સપાટી ૩૨૦ ફીટ નોંધાઈ છે. આમ, ડેમ અને નદીઓમાં હાલ પૂરતો જળસંગ્રહ સુરક્ષિત મર્યાદામાં છે. રેસ્ક્યૂ અને રાહત કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે માંડવી ખાતે અગાઉથી જ SDRFની એક ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે ઓલપાડ ખાતે પણ આજે સવારે SDRFની વધારાની ટીમ રવાના કરી દેવાઈ છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.
ADVERTISEMENT
કીમ નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અપીલ
કલેક્ટર તેજસ પરમારે ખાસ કરીને કીમ નદીના કાંઠાના વિસ્તારોમાં રહેતા નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, કીમ નદીનું જળસ્તર હજુ પણ વધવાની પૂર્ણ શક્યતા છે. આથી સ્થાનિક નાગરિકો સમયસર અને ત્વરિત પોતપોતાના સુરક્ષિત સ્થળે ખસી જાય તે ઇચ્છનીય છે. હાલમાં SDM, TDO, SDRF અને પોલીસ સહિતની તમામ સંબંધિત ટીમો સતત ફિલ્ડ પર હાજર રહી પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ક્યાંક હોડીની જેમ કાર તણાઈ તો ક્યાંક લોકો ફસાયા, જુઓ વરસાદી કહેરના વીડિયો
કીમ નદીમાં રાત્રિ દરમિયાન ઓવરફ્લો થવાના કારણે ઓલપાડ અને માંગરોળ તાલુકાના નીચાણવાળા ગામોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ગઈકાલે જ આ વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરી દેવાયું હતું, તેમ છતાં જો કોઈ નાગરિક નીચાણવાળા કે જોખમી વિસ્તારમાં હોય તો તેમને ત્વરિત સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા તેમણે તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટરએ તમામ નાગરિકોને પ્રવર્તમાન સ્થિતિમાં તકેદારી રાખવા, સાવચેત રહેવા અને અતિ જરૂરિયાત ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.