બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / 6 વર્ષ અમેરિકા રહ્યો, AIમાં માસ્ટર્સ કર્યું, જોબ પણ કરી! હવે આખો પ્રોજેક્ટ ભારતીય ટીમને મળતા ભારતીય યુવાનની નોકરી ગઈ!
Last Updated: 10:37 PM, 30 July 2026
અમેરિકામાં સારી નોકરી, લાખો રૂપિયાનું પેકેજ અને AI જેવા હાઈ-ડિમાન્ડ ક્ષેત્રમાં અનુભવ હોવા છતાં H-1B વિઝા પર રહેતા એક ભારતીય એન્જિનિયરને આખરે ભારત પરત ફરવાનો નિર્ણય લેવો પડ્યો છે. સૌથી મોટો વિસંગત પ્રસંગ એ રહ્યો કે જે કંપનીમાં તે ત્રણ વર્ષથી વધુ સમય સુધી કામ કરતો હતો, એ જ કંપનીએ તેનો આખો પ્રોજેક્ટ ભારતની ટીમને ટ્રાન્સફર કરી દીધો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર શેર કરાયેલી આ પોસ્ટ હવે હજારો લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
ADVERTISEMENT
Reddit પર પોતાની વાત શેર કરતાં ભારતીય એન્જિનિયરે લખ્યું કે તે છ વર્ષ પહેલાં અમેરિકામાં માસ્ટર્સ કરવા ગયો હતો. ત્યારબાદ Fortune 500 પ્રોડક્ટ આધારિત કંપનીમાં AI Engineer તરીકે ત્રણ વર્ષથી વધુ સમય સુધી કામ કર્યું. પરંતુ કંપનીએ અચાનક પ્રોજેક્ટ ઓફશોર કરી ભારત મોકલી આપ્યો અને તેની સાથે જ તેને પણ ના પાડી દેવાઈ
ADVERTISEMENT
એન્જિનિયરે લખ્યું છે કે, "Ironically, મારી જ નોકરી અને આખો પ્રોજેક્ટ ભારતની ટીમને આપી દેવામાં આવ્યો. 60 દિવસમાં નવી નોકરી શોધવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ સફળતા મળી નહીં. હવે ભારત પરત ફરવાની તૈયારી કરી રહ્યો છું."
ADVERTISEMENT
અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા કર્મચારીની નોકરી જતી રહે તો તેને નવી નોકરી શોધવા માટે માત્ર 60 દિવસનો ગ્રેસ પિરિયડ મળે છે. આ સમયગાળામાં નવી કંપની ન મળે તો અમેરિકા છોડવું પડે છે. આ AI એન્જિનિયરે પણ આ જ સમયગાળા દરમિયાન અનેક પ્રયાસો કર્યા, પરંતુ નવી ઓફર ન મળતાં આખરે ભારત પરત આવવાનો નિર્ણય લીધો.
ADVERTISEMENT
પોસ્ટમાં તેણે જણાવ્યું કે તે હજુ પોતાની ત્રીસીમાં છે, લગ્ન થયા નથી અને સ્ટુડન્ટ લોન પણ ચૂકવી દીધી છે. હવે તે મૂંઝવણમાં છે કે ભારત આવીને નોકરી કરવી કે અમેરિકામાં રહેવા માટે બીજી માસ્ટર્સ અથવા PhD કરવાનો રસ્તો પસંદ કરવો.
ADVERTISEMENT
એક યુઝરે કહ્યું કે જે ભારતીય ટીમને પ્રોજેક્ટ સોંપાયો છે, ત્યાં જ જોડાવાનો પ્રયાસ કરવો જોઈએ. અગાઉના અનુભવના આધારે સારો પગાર પણ મળી શકે. જવાબમાં એન્જિનિયરે જણાવ્યું કે કંપનીએ તેને ભારતની ટીમમાં રોલ અથવા USDમાં સેવરન્સ પેકેજ—બંનેમાંથી એક વિકલ્પ આપ્યો હતો. તેણે ડોલરમાં મળતો પગાર પસંદ કર્યું.
ADVERTISEMENT
આ પણ વાંચો- અમેરિકામાં રહેતા ગુજરાતીને જેલ બાદ ડિપોર્ટ કરવાનો આદેશ, CCTVએ ખોલી દીધી આખી પોલ
બીજા યુઝરે લખ્યું કે અમેરિકાનો અનુભવ, AI ક્ષેત્રમાં નિપુણતા અને Fortune 500 કંપનીનો અનુભવ ભારતના માર્કેટમાં મજબૂત પ્રોફાઇલ ગણાય છે. પહેલા ભારતીય જોબ માર્કેટ અજમાવવી જોઈએ, પછી જ વધુ અભ્યાસ અંગે વિચારવું. કેટલાક યુઝર્સે એવો પણ દાવો કર્યો કે ભારતમાં હાલ AI ક્ષેત્રમાં સારી માંગ હોવાથી યોગ્ય તક મળવાની શક્યતા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાની ઘણી મોટી ટેક કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે પ્રોજેક્ટ્સ ભારત જેવા દેશોમાં ટ્રાન્સફર કરી રહી છે. તેના કારણે અમેરિકામાં કામ કરતા H-1B વિઝાધારકો માટે નોકરીની અનિશ્ચિતતા વધી રહી છે. સોશિયલ મીડિયા પર સામે આવેલી આ ઘટના પણ એ જ બદલાતી પરિસ્થિતિનું એક ઉદાહરણ માનવામાં આવી રહી છે.
ડિસ્ક્લેમર: આ અહેવાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર કરવામાં આવેલી એક પોસ્ટ અને તેના પર આવેલી પ્રતિક્રિયાઓના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.