બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / શિવલિંગ સામે જ કેમ બિરાજે છે નંદી? શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલાં જાણો નંદીના જન્મની રસપ્રદ કથા
6 ફોટો ગેલેરી
Last Updated: 09:58 PM, 30 July 2026
1/6
શ્રાવણ મહિનામાં ભગવાન શિવના મંદિરમાં પગ મૂકતાં જ ભક્તોની નજર સૌપ્રથમ શિવલિંગ આગળ બેઠેલા નંદી મહારાજ પર પડે છે. પૂજા બાદ ઘણા ભક્તો નંદીના કાનમાં પોતાની મનોકામના કહે છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ નંદીનો જન્મ કેવી રીતે થયો અને દરેક શિવમંદિરમાં તેમની મૂર્તિ કેમ સ્થાપિત કરવામાં આવે છે?
2/6
પૌરાણિક કથા મુજબ, બ્રહ્મચારી ઋષિ શિલાદને સંતાનની ઈચ્છા હતી. આથી તેમને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. જેમાં પ્રસન્ન થઈને શિવજીએ તેમને પુત્રનું વરદાન આપ્યું હતું. થોડા સમય બાદ ખેતર ખેડતી વખતે ઋષિ શિલાદને એક દિવ્ય બાળક મળ્યો હતો. તેમને તેને પોતાનો પુત્ર માનીને નંદી નામ આપ્યું.
3/6
4/6
જ્યારે શિવજીએ નંદીને વરદાન માગવા કહ્યું ત્યારે તેમને માત્ર એક જ ઈચ્છા વ્યક્ત કરી કે, જીવનભર ભગવાન શિવની સેવા કરવાની. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને શિવજીએ તેમને પોતાના વાહન અને મુખ્ય ગણ બનાવી દીધા. ત્યારથી જ દરેક શિવમંદિરમાં શિવલિંગની સામે નંદીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે.
5/6
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ