બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રાશિફળ 31 જુલાઈ 2026: મેષથી મીન સુધી જાણો કેવો રહેશે તમારો દિવસ

photo-story

13 ફોટો ગેલેરી

આજનું રાશિફળ / રાશિફળ 31 જુલાઈ 2026: મેષથી મીન સુધી જાણો કેવો રહેશે તમારો દિવસ

Last Updated: 11:11 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ ગુરૂવાર (31 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.

1/13

photoStories-logo

1. આજનું પંચાંગ

31 07 2026 શુક્રવાર, માસ અષાઢ, પક્ષ વદ, તિથિ બીજ, નક્ષત્ર ધનિષ્ઠા, યોગ સૌભાગ્ય, કરણ તૈતિલ સવારે 10:03 પછી ગર, રાશિ મકર (ખ.જ.) સવારે 6:37 પછી કુંભ (ગ.સ.શ.ષ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ (અ. લ. ઈ.)

આજનો દિવસ મનને શાંતિ અને આત્મવિશ્વાસ આપનારો રહેશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં ગતિ આવતાં રાહતનો અનુભવ થશે. વ્યવસાયમાં સુધારાના સંકેતો છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળી શકે છે. પરિવાર સાથે ખુશીની ક્ષણો પસાર થશે અને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. વૃષભ (બ. વ. ઉ.)

આજે દરેક નિર્ણય સાવધાનીપૂર્વક લેવો જરૂરી રહેશે. જોખમી રોકાણ અથવા ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે. ધંધામાં સામાન્ય લાભ મળવાની શક્યતા છે, પરંતુ કામકાજમાં અવ્યવસ્થાને કારણે થોડી પરેશાની અનુભવાઈ શકે. ધીરજ રાખશો તો દિવસ સરળતાથી પસાર થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન (ક. છ. ઘ.)

કામકાજ માટે આજે અનુકૂળ દિવસ રહેશે. નવી આવકના સ્ત્રોત ઉભા થઈ શકે છે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને વરિષ્ઠો તરફથી પ્રશંસા મળી શકે છે. નવા આયોજન માટે સમય સારો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. કર્ક (ડ. હ.)

વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી લાભ મળશે. દેશ-વિદેશથી સારા સમાચાર મળવાની સંભાવના છે. વ્યવસાયમાં પ્રગતિના નવા રસ્તા ખુલશે. જોકે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી રહેશે, નહીં તો બજેટ બગડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ (મ. ટ.)

આજે મનમાં થોડી અશાંતિ અનુભવાઈ શકે છે. વિકાસ સંબંધિત કાર્યોમાં સામાન્ય સફળતા મળશે, પરંતુ અપેક્ષા મુજબ સહયોગ નહીં મળે. સહકર્મીઓ સાથે મતભેદ ટાળવા પ્રયત્ન કરવો. ધંધામાં વધુ મહેનત પછી જ ઇચ્છિત પરિણામ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કન્યા (પ. ઠ. ણ.)

કામનો બોજ વધુ રહેવાના કારણે દિવસ વ્યસ્ત રહેશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી અને પૂરતો આરામ કરવો. સફળતા મળવામાં થોડો વિલંબ થઈ શકે છે. પરિવાર અથવા સ્વજનો સાથે નાની બાબતે વિવાદ થાય તેવી શક્યતા હોવાથી વાણી પર સંયમ રાખવો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા (ર. ત.)

આજે ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. નાણાંકીય લેવડદેવડમાં સાવચેતી રાખવી. લાંબા સમયથી કરેલી મહેનતનું સકારાત્મક પરિણામ મળવાથી આત્મવિશ્વાસ વધશે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. વૃશ્ચિક (ન. ય.)

દિવસ આનંદ અને ઉત્સાહથી ભરેલો રહેશે. અટવાયેલા કાર્યો પૂર્ણ થતાં મન પ્રસન્ન રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વ્યક્તિગત સંબંધોમાં મજબૂતી આવશે. પરિવાર સાથે સારો સમય પસાર કરવાનો અવસર મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન (ભ. ધ. ફ. ઢ.)

માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે. કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીની કદર થશે અને નવી તક મળવાની શક્યતા છે. વેપારમાં વિસ્તરણ અંગે વિચાર કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અનુકૂળ સમય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. મકર (ખ. જ.)

જીવનસાથી સાથે પ્રેમભર્યો અને મૈત્રીપૂર્ણ વ્યવહાર સંબંધોને વધુ મજબૂત બનાવશે. નોકરીમાં ખર્ચ વધવાની શક્યતા હોવાથી નાણાકીય આયોજન જરૂરી રહેશે. પરિવાર સાથે મુસાફરીનો યોગ બની શકે છે. માતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન આપવું.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ (ગ. શ. સ. ષ.)

સ્પર્ધાત્મક ક્ષેત્રમાં સફળતા મળવાની સંભાવના છે. ભાઈ-બહેન અથવા નજીકના સંબંધીઓનો સહયોગ મળશે. મિલકત સંબંધિત કાર્યોમાં સકારાત્મક પ્રગતિ થશે. જોકે વ્યવસાયમાં કેટલીક સમસ્યાઓ સામે આવી શકે છે, પરંતુ સમજદારીથી તેનો ઉકેલ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન (દ. ચ. ઝ. થ.)

આર્થિક રીતે દિવસ લાભદાયી રહેશે અને રોકાણમાંથી સારા પરિણામ મળી શકે છે. જમીન-મકાન સંબંધિત કાર્યોમાં લાભ થવાની શક્યતા છે. જોકે પરિવારની કેટલીક બાબતોને લઈને તણાવ થઈ શકે છે. શાંતિપૂર્ણ વાતચીતથી સંબંધોમાં મધુરતા જાળવી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Today Panchang Daily Rashifal 31 July 2026 aaj nu rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ