ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડનો મોટો ખુલાસો! 206 તોલા સોનું ગાયબ, પિતા-પુત્રો સહિત 4 સામે FIR

કાર્યવાહી / સુરતના નક્ષત્ર સેફ હાઉસ કૌભાંડનો મોટો ખુલાસો! 206 તોલા સોનું ગાયબ, પિતા-પુત્રો સહિત 4 સામે FIR

Published By: Vishal Khamar

Last Updated: 10:06 AM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના 'નક્ષત્ર સેફ હાઉસ' લોકર કૌભાંડમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. પોલીસ તપાસમાં પૂર્વ આયોજિત કાવતરૂ રચી લોક બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલે પોલીસે પિતા-પુત્રો સહિત ચાર લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.

ADVERTISEMENT

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં આવેલી નક્ષત્ર સેફ હાઉસ બ્રાન્ચમાંથી ગ્રાહકોના અંદાજે ₹2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ગાયબ થયાના મામલે નવા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના સામાન્ય ચોરી નહીં પરંતુ પૂર્વઆયોજિત કાવતરાનો ભાગ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર સુરતમાં હાહાકાર મચાવી દીધો છે અને અન્ય શાખાઓમાં લોકરધારકોમાં પણ ભારે ચિંતા ફેલાઈ છે.

ગ્રાહકોનો વિશ્વાસ તોડી કરોડોનું સોનું હડપ કરવાની યોજના

પોલીસ તપાસ મુજબ નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા, તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલે મળીને ગ્રાહકોના કિંમતી દાગીના ચોરી કરવાનો સુનિયોજિત પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ ગ્રાહકોની ગેરહાજરીમાં અને તેમની જાણ બહાર લોકરો તોડાવી તેમાં રહેલા સોનાના દાગીના કાઢી વેચી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

સોશિયલ મીડિયા પર સમાચાર વાયરલ થતાં લોકોમાં દોડધામ

સિંગણપોર બ્રાન્ચમાં ચોરીના સમાચાર સોશિયલ મીડિયા અને વિવિધ માધ્યમોમાં પ્રસરી જતાં નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને વરાછા બ્રાન્ચ ખાતે મોટી સંખ્યામાં લોકરધારકો પોતાના લોકરની સુરક્ષા ચકાસવા દોડી આવ્યા હતા. ઘણા લોકો કિંમતી દાગીના અને રોકડ રકમ તરત જ બહાર કાઢીને સાથે લઈ જતા જોવા મળ્યા હતા.

પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

કેટલાક ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતાં અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતાં સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર પણ ભારે હોબાળો અને અફરાતફરી મચી જતાં આખરે સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા.

CCTV તપાસ દરમિયાન ઉશ્કેરાટ, ડેટા ડિલીટ થયાનો દાવો

ફરિયાદી રમેશ વાઘાણી અને તેમના પરિવારજનો 14 જુલાઈ, 2026ના રોજ સેફ વોલ્ટ ખાતે પહોંચીને CCTV ફૂટેજ જોવા માંગ કરી હતી. કલાકો સુધી ચાલેલી તપાસ દરમિયાન આરોપી હર્ષ દિયોરાએ ઉશ્કેરાઈ જઈ ફરિયાદીઓને "બધું ગરમ થઈ ગયું છે, મારે કેટલું જોખમ હોય, બધું ઉડી જશે" જેવા શબ્દોમાં જવાબ આપ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. બાદમાં તેણે CCTV બતાવવાનો ઇનકાર કરી હાર્ડ ડિસ્કમાંથી ડેટા ડિલીટ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનાથી શંકા વધુ ગાઢ બનતાં ફરિયાદીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો.

ચાર આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ

સિંગણપોર-ડભોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે મહેશ દિયોરા, હર્ષ દિયોરા, હરીકૃષ્ણ દિયોરા અને લોકર બ્રેકર મણીલાલ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ 316(2), 316(5) તેમજ પૂર્વઆયોજિત કાવતરાની કલમ 61(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મહેશ દિયોરા અને તેના બંને પુત્રોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પુરાવા કબજે, અન્ય શાખાઓની પણ તપાસ

તપાસ દરમિયાન પોલીસે સેફ વોલ્ટમાંથી DVR, ડિજિટલ રજિસ્ટર તેમજ લોકર તોડવામાં ઉપયોગમાં લેવાયેલા સાધનો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ વરાછા સહિત નક્ષત્ર સેફ હાઉસની અન્ય શાખાઓમાં પણ આવી જ રીતે લોકરો સાથે છેડછાડ અથવા ચોરી થઈ છે કે નહીં તે અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજકોટ સામુહિક આપઘાત કેસમાં નવો ખુલાસો, મોટાપાયે પૈસાની ઉઘરાણી થતા કર્યો આપઘાત

પોલીસની અપીલ

પોલીસે નક્ષત્ર સેફ હાઉસના તમામ લોકરધારકોને પોતાના લોકરની તાત્કાલિક તપાસ કરવાની તેમજ કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની અપીલ કરી છે. સમગ્ર કૌભાંડમાં વધુ લોકોની સંડોવણી છે કે નહીં અને ગ્રાહકોને થયેલા કુલ નુકસાનનો આંક કેટલો છે તે અંગે તપાસ હજુ ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat News Surat Nakshatra Safe House Locker Scam Gujarat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ