બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:11 PM, 30 July 2026
ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપાએ બે દિવસ સુધી શહેરના લેક અને ગાર્ડન બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. AMC દ્વારા જાહેરાત કરતાં નાગરિકોને બે દિવસ લેક-ગાર્ડનમાં ન પ્રવેશવાની તાકીદ કરાઈ છે.
ADVERTISEMENT

ભારે વરસાદમાં બગીચામાં પાણી પાણી
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 23 જુલાઈના ભારે વરસાદમાં અમદાવાદના બગીચાઓ અને લેક પાણી પાણી થયા હતા તેમ છતાં પણ લોકો બગીચામાં બેઠેલા જોવા મળ્યાં હતા એટલે આ વખતે મનપાએ વેળાસર વાડ કરી છે.

ADVERTISEMENT
2 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ
ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ આગામી ચાર દિવસ અતિભારે વરસાદ સાથે તેજ હવાઓ અને તોફાનની સંભાવના છે.
ADVERTISEMENT
અનેક વરસાદી સિસ્ટમ સક્રિય
IMD ગુજરાતના ડિરેક્ટરે જણાવ્યું કે અત્યારે અનેક વેધર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ, આંધી-તુફાન અને તેજ પવનોની સંભાવના વધારે છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં કાલે શુક્રવારે તમામ સ્કૂલ અને કોલેજો બંધ રહેશે.
ADVERTISEMENT
ક્યાં પડશે વરસાદ
ADVERTISEMENT
અમદાવાદ, વડોદરા, આણંદ, નર્મદા, છોટા ઉદેપુર, ભાવનગર, બોટાદ, ભરૂચ, વલસાડ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ, આંધી, વીજળી અને તેજ પવનોની ચેતવણી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.