બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 12:57 PM, 29 July 2026
1/6
અસેસમેન્ટ યર 2026-27 માટે ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ હવે ખૂબ નજીક છે. ઘણા કરદાતાઓ હજુ સુધી પોતાનું ITR ભર્યું નથી અને સરળ ઓનલાઈન વિકલ્પો શોધી રહ્યા છે. ખાસ કરીને જેમની આવકના વિવિધ સ્ત્રોત છે અથવા શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ છે તેમના માટે આ પ્રક્રિયા ક્યારેક મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં અનેક ફિનટેક પ્લેટફોર્મ હવે પોતાના એપ દ્વારા ITR ફાઇલ કરવાની સુવિધા આપી રહ્યા છે. કેટલાક પ્લેટફોર્મ ખૂબ ઓછા ચાર્જમાં તો કેટલાક સંપૂર્ણ મફતમાં પણ આ સેવા આપી રહ્યા છે.
2/6
હવે માત્ર ઇન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ જ નહીં પરંતુ Paytm, Angel One, PhonePe, JioFinance અને INDmoney જેવા પ્લેટફોર્મ પરથી પણ ITR ફાઇલ કરી શકાય છે. આ એપ્સ ટેક્સ સંબંધિત માહિતી આપમેળે આયાત કરે છે જેથી મેન્યુઅલ કામ ઓછું રહે. ઘણા પ્લેટફોર્મ પર ટેક્સ નિષ્ણાતોની મદદ પણ ઉપલબ્ધ છે. જેના કારણે રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા વધુ સરળ બને છે.
3/6
Paytm દ્વારા ClearTax સાથે ભાગીદારીમાં ITR ફાઇલ કરવાની સેવા આપવામાં આવે છે. અહીં પ્લાન માત્ર 11 રૂપિયાથી શરૂ થાય છે. PhonePe અને JioFinance TaxBuddy સાથે મળીને સેવા આપે છે જ્યાં સેલ્ફ ફાઇલિંગ પ્લાન 24 રૂપિયાથી શરૂ થાય છે. Angel One પણ ClearTax સાથે જોડાયેલ છે અને તેમાં સેલ્ફ ફાઇલિંગ તેમજ એક્સપર્ટની મદદ બંને વિકલ્પ મળે છે. INDmoney પોતાના યુઝર્સને ITR ફાઇલ કરવાની સેવા મફતમાં આપે છે.
4/6
આ પ્લેટફોર્મ પર પ્રી-ફિલ્ડ માહિતીની સુવિધા મળે છે. શેરબજારના કેપિટલ ગેઇન ડેટા અને અન્ય રોકાણની માહિતી આપમેળે ઇમ્પોર્ટ થઈ જાય છે. મ્યુચ્યુઅલ ફંડ, ડિવિડેન્ડ, F&O ટ્રેડ, ઇન્ટ્રાડે ટ્રેડ અને સેલરીની આવકનું ટેક્સ કેલ્ક્યુલેશન પણ ઘણી જગ્યાએ ઓટોમેટિક થઈ જાય છે. જેના કારણે ભૂલની શક્યતા ઓછી રહે છે અને સમયની પણ બચત થાય છે.
5/6
ITR-1 એવા વ્યક્તિઓ માટે છે જેમની આવક મુખ્યત્વે પગાર, બે રહેણાંક મિલકત અને અન્ય સામાન્ય સ્ત્રોતમાંથી હોય છે. ITR-2 વ્યક્તિ અથવા HUF માટે છે જેમની કોઈ બિઝનેસ આવક નથી. ITR-3 બિઝનેસ અથવા પ્રોફેશનલ આવક ધરાવતા લોકો માટે છે. જ્યારે ITR-4 પ્રિઝમ્પટિવ ટેક્સેશન યોજના હેઠળ બિઝનેસ અથવા વ્યવસાયની આવક ધરાવતા કરદાતાઓ માટે ઉપયોગમાં લેવાય છે. યોગ્ય ફોર્મ પસંદ કરવું ખૂબ જરૂરી છે.
6/6
ઇન્કમ ટેક્સ વિભાગના ઇ-ફાઇલિંગ પોર્ટલ પર PAN દ્વારા લોગિન કરીને યોગ્ય ITR ફોર્મ પસંદ કરી શકાય છે. ત્યારબાદ આવક અને કપાતની વિગતો ચકાસીને જો ટેક્સ બાકી હોય તો તેની ચુકવણી કરી શકાય છે. રિટર્ન સબમિટ કર્યા પછી ઈ-વેરિફિકેશન કરવું ફરજિયાત છે. પોર્ટલ પર Form 16, AIS અને TISના આધારે પહેલેથી ભરાયેલી માહિતી પણ ઉપલબ્ધ હોય છે જેનાથી ફાઇલિંગ વધુ સરળ બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ