બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારતના ડ્રીમ પ્રોજેક્ટને મળી રહી છે ગતિ! 320 Kmphની બુલેટ ટ્રેન માટે સ્ટેશન તૈયાર

photo-story

6 ફોટો ગેલેરી

ગુજરાત / ભારતના ડ્રીમ પ્રોજેક્ટને મળી રહી છે ગતિ! 320 Kmphની બુલેટ ટ્રેન માટે સ્ટેશન તૈયાર

Last Updated: 11:03 AM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતમાં પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે ઝડપથી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. ગુજરાતના ભરૂચમાં બની રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનની નવી તસવીરોએ પ્રોજેક્ટની પ્રગતિની ઝલક આપી છે.

1/6

photoStories-logo

1. ભારતના ડ્રીમ પ્રોજેક્ટને મળી રહી છે ગતિ!

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે સ્ટેશન અને ટ્રેકનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. સરકારનું લક્ષ્ય 15 ઓગસ્ટ 2027થી પ્રથમ તબક્કાની સેવા શરૂ કરવાનો છે. ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન આધુનિક સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવી રહ્યું છે. 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેન મુસાફરીનો અનુભવ સંપૂર્ણપણે બદલશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. 508 કિલોમીટર લાંબો બુલેટ ટ્રેન કોરિડોર

મુંબઈ અને અમદાવાદ વચ્ચે કુલ 508 કિલોમીટર લાંબો હાઈ સ્પીડ રેલ કોરિડોર તૈયાર થઈ રહ્યો છે. આ દેશનો સૌથી મહત્ત્વાકાંક્ષી રેલવે પ્રોજેક્ટ માનવામાં આવે છે. પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ 2027થી શરૂ કરવાની યોજના છે. સમગ્ર પ્રોજેક્ટને તબક્કાવાર શરૂ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ ઝડપથી આગળ

રેલવે મંત્રાલયે સોશિયલ મીડિયા પર ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનની તસવીરો શેર કરી છે. દહેજ બાયપાસ રોડ પર બની રહેલા આ સ્ટેશનમાં આધુનિક ડિઝાઇન જોવા મળે છે. તસવીરોમાં સ્ટેશનનું બાહ્ય સ્વરૂપ અને નિર્માણ કાર્યની પ્રગતિ સ્પષ્ટ દેખાય છે. સ્ટેશનને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આધુનિક સુવિધાઓથી સજ્જ બનશે સ્ટેશન

ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશનમાં મુસાફરો માટે વેઇટિંગ લાઉન્જ દુકાનો અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. લિફ્ટ અને એસ્કેલેટર સાથે વરિષ્ઠ નાગરિકો દિવ્યાંગો અને બાળકોની સુવિધાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સ્ટેશનની બહાર કાર બાઈક ઓટો અને બસ માટે વિશાળ પાર્કિંગ તેમજ પિકઅપ અને ડ્રોપની સુવિધા પણ તૈયાર થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. 320 Kmphની ઝડપથી બદલાશે મુસાફરી

ભારતની પ્રથમ બુલેટ ટ્રેન મહત્તમ 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેના કારણે મુંબઈથી અમદાવાદ વચ્ચેનો પ્રવાસ આશરે બે કલાકમાં પૂર્ણ થઈ શકશે. હાલમાં આ જ અંતર કાપવામાં સામાન્ય રીતે લગભગ છ કલાકનો સમય લાગે છે. હાઈ સ્પીડ ટ્રેન મુસાફરીને વધુ ઝડપી અને આરામદાયક બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. 12 મુખ્ય સ્ટેશનો પર રહેશે સ્ટોપેજ

બુલેટ ટ્રેનનો રૂટ મહારાષ્ટ્ર ગુજરાત અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે. મુંબઈ BKC ઠાણે વિરાર બોઈસર વાપી બિલીમોરા સુરત ભરૂચ વડોદરા આણંદ અમદાવાદ અને સાબરમતી સહિત કુલ 12 સ્ટેશનો પર ટ્રેનનું સ્ટોપેજ રહેશે. આ રૂટ પશ્ચિમ ભારતના પરિવહનને નવી દિશા આપશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Bharuch Bullet Train Station India Bullet Train Mumbai Ahmedabad Bullet Train
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ