બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં AAIBની સુપ્રીમ કોર્ટને જાણ! ઓક્ટોબરમાં સીલબંધ રિપોર્ટ રજૂ થશે

અમદાવાદ / એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં AAIBની સુપ્રીમ કોર્ટને જાણ! ઓક્ટોબરમાં સીલબંધ રિપોર્ટ રજૂ થશે

Published By: Nidhi Panchal

Last Updated: 09:06 AM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટના કેસમાં તપાસને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. AAIBએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે અંતિમ તપાસ અહેવાલ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવશે.

અમદાવાદમાં જૂન 2025માં થયેલી એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટના કેસમાં તપાસને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ મંગળવારે સુપ્રીમ કોર્ટને જાણકારી આપી હતી કે આ દુર્ઘટનાની તપાસ માત્ર આંતરિક પ્રક્રિયા નથી અને તે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના અધિકારીઓ સુધી મર્યાદિત પણ નથી. આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન પ્રોટોકોલ મુજબ વિવિધ નિષ્ણાતોની ભાગીદારી સાથે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. AAIBએ કોર્ટને ખાતરી આપી છે કે અંતિમ તપાસ અહેવાલ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

plane-crash

સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન AAIBએ સ્પષ્ટ કર્યું કે તપાસ એરક્રાફ્ટ (અકસ્માત અને ઘટનાઓની તપાસ) નિયમો તથા આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંમેલનોના નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. તપાસના તારણો અને દુર્ઘટના સુધી પહોંચાડનાર ઘટનાઓની વિગતવાર માહિતી ધરાવતો અંતિમ અહેવાલ કોર્ટ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવામાં આવશે. આ મામલે બેન્ચે AAIBના આશ્વાસનની નોંધ લઈને તેને સત્તાવાર રેકોર્ડ પર પણ લીધું છે.

અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી

આ કેસમાં ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ, એક એનજીઓ, કાયદાના વિદ્યાર્થી તેમજ મૃતક પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતા દ્વારા અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજીઓમાં સમગ્ર દુર્ઘટનાની સ્વતંત્ર અને કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારો દ્વારા તપાસની પદ્ધતિ અને તેની ગતિ અંગે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટની બેન્ચ આ તમામ અરજીઓ પર આગામી સુનાવણી 13 ઓક્ટોબરે કરશે.

સિમ્યુલેશન તપાસનો અભિન્ન ભાગ હોવો જોઈએ

સુનાવણી દરમિયાન ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ તરફથી વરિષ્ઠ વકીલ ગોપાલ શંકરનારાયણે દલીલ કરી હતી કે સિમ્યુલેશન તપાસનો અભિન્ન ભાગ હોવો જોઈએ. બીજી તરફ મૃતક પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતાનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે તપાસની ગતિ અને તપાસની પદ્ધતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે સમગ્ર તપાસ પારદર્શક રીતે અને યોગ્ય દેખરેખ હેઠળ થવી જોઈએ.

PLAN CRASH

આ દલીલોનો જવાબ આપતા AAIB તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે તપાસ અંગે કરવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે. તેમણે કોર્ટને જણાવ્યું કે સમગ્ર તપાસ એરક્રાફ્ટ અકસ્માત તપાસ સંબંધિત નિયમો અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ જ કરવામાં આવી રહી છે. મહેતાએ વધુમાં જણાવ્યું કે જે દેશોના નાગરિકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા, તે દેશોના માન્યતા પ્રાપ્ત પ્રતિનિધિઓ અને ઉડ્ડયન ક્ષેત્રના નિષ્ણાતો પણ તપાસ પ્રક્રિયામાં જોડાયેલા છે.

દુર્ઘટના સુધી દોરી ગયેલી તમામ ઘટનાઓનું પુનર્નિર્માણ

AAIBએ કોર્ટને વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન દુર્ઘટના સુધી દોરી ગયેલી તમામ ઘટનાઓનું પુનર્નિર્માણ કરવા માટે સિમ્યુલેશન, ટેક્નિકલ વિશ્લેષણ અને અન્ય વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તપાસનો મુખ્ય હેતુ દુર્ઘટનાનું ચોક્કસ કારણ શોધવાનો અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે જરૂરી ભલામણો તૈયાર કરવાનો છે.

આ પણ વાંચો : રાજકોટમાં ઈન્ડિગોની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, તપાસમાં મોટો ખુલાસો

ઉલ્લેખનીય છે કે 12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની AI-171 (બોઇંગ 787-8) ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી, જેમાં કુલ 260 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટના દેશના સૌથી ગંભીર વિમાન અકસ્માતોમાંની એક માનવામાં આવે છે. હવે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટ સમક્ષ અંતિમ તપાસ અહેવાલ રજૂ થયા બાદ દુર્ઘટનાના કારણો અંગે વધુ સ્પષ્ટતા થવાની સાથે કેસની આગળની કાનૂની પ્રક્રિયા પણ આગળ વધશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash AAIB Report Air India Crash

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ