બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં ઈન્ડિગોની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, તપાસમાં મોટો ખુલાસો
Last Updated: 07:57 AM, 29 July 2026
દુબઈથી મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર કરાયેલા ઈમરજન્સી લેન્ડિંગ મામલે હવે તપાસમાં મહત્વપૂર્ણ પ્રાથમિક તારણ સામે આવ્યું છે. સોમવારે બનેલી આ ઘટનામાં ફ્લાઇટમાં અચાનક સ્મોક એલર્ટ સક્રિય થતાં પાયલોટે સાવચેતીના ભાગરૂપે રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઘટનાના પગલે મુસાફરોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી, પરંતુ ફ્લાઇટનું સુરક્ષિત રીતે લેન્ડિંગ થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
ADVERTISEMENT

બનાવ સમયે ફ્લાઇટમાં કુલ 194 મુસાફરો અને 7 ક્રૂ મેમ્બર સહિત 201 લોકો સવાર હતા. ઈમરજન્સી લેન્ડિંગની જાણ થતાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, એરપોર્ટ ઓથોરિટી, ફાયર બ્રિગેડ, મેડિકલ ટીમ અને અન્ય સંબંધિત એજન્સીઓને તાત્કાલિક એલર્ટ કરવામાં આવ્યા હતા. એરપોર્ટ પર તમામ જરૂરી સુરક્ષા અને બચાવ વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી હતી જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય.
ADVERTISEMENT
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફ્લાઇટના કાર્ગો વિભાગમાં રાખવામાં આવેલા ઓક્સિજન સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયું હતું. આ ગેસ લીકેજને કારણે ફ્લાઇટમાં લગાવવામાં આવેલા સેન્સરે સ્મોક એલર્ટ આપ્યું હતું. આ એલર્ટ મળતાં જ પાયલોટે નિયમો અનુસાર સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીને નજીકના રાજકોટ એરપોર્ટ પર ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. હાલ આ જ દિશામાં તપાસ આગળ વધારવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ટેકનિકલ ટીમ દ્વારા સ્મોક એલર્ટ શા માટે સક્રિય થયું તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. કાર્ગો વિભાગ, સેન્સર સિસ્ટમ અને અન્ય ટેક્નિકલ ઉપકરણોની ચકાસણી કરવામાં આવી રહી છે જેથી એલર્ટ પાછળનું ચોક્કસ કારણ જાણી શકાય. પ્રાથમિક તારણ ગેસ લીકેજ તરફ ઈશારો કરે છે, છતાં તમામ ટેક્નિકલ પાસાઓની તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ રિપોર્ટ જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જરૂર પડ્યે નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા ફ્લાઇટના કોકપિટ વોઇસ રેકોર્ડરની પણ તપાસ કરવામાં આવી શકે છે. કોકપિટમાં થયેલી વાતચીત અને ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનાઓનું વિશ્લેષણ કરીને સમગ્ર ઘટનાક્રમને વધુ સ્પષ્ટ રીતે સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. DGCAની તપાસ બાદ જ ઘટનાનું અંતિમ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
ઈન્ડિગો એરલાઈન તરફથી પણ ફ્લાઇટની સંપૂર્ણ ટેક્નિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. સંબંધિત તમામ સિસ્ટમોની ચકાસણી પૂર્ણ થયા બાદ અને ફ્લાઇટને સંપૂર્ણ ક્લીનચિટ મળ્યા પછી જ રાજકોટ એરપોર્ટથી ફરી ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે. હાલ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી દરેક ટેક્નિકલ પાસાની બારીકાઈથી સમીક્ષા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.