ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ''મારા નામે કોઇ ચેનલ નથી...'', સોશિ. મીડિયામાં ફેક વીડિયોથી અંબાલાલ લાલઘૂમ
Last Updated: 03:37 PM, 26 July 2026
ADVERTISEMENT
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તેમના નામે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વીડિયો અને એકાઉન્ટને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. છેલ્લા કેટલાક સમયથી તેમના નામે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ મામલે તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તેમના નામે કોઈપણ સત્તાવાર Facebook, Instagram કે YouTube ચેનલ નથી. તેથી લોકો તેમના નામે શેર કરવામાં આવતા વીડિયો અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વિશ્વાસ ન કરે.
ADVERTISEMENT

અંબાલાલ પટેલે જણાવ્યું કે તેમના નામે ઘણા લોકો સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે. કેટલાક લોકો તેમની વાતને યોગ્ય રીતે રજૂ કરે છે, પરંતુ કેટલાક લોકો તેમના નિવેદનોને ખોટી રીતે રજૂ કરીને ગેરસમજ ફેલાવે છે. આવા વીડિયો લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે, જેના કારણે તેમણે જાહેરમાં આ સ્પષ્ટતા કરવી જરૂરી સમજી છે.
ADVERTISEMENT
તેમણે વધુમાં જણાવ્યું કે તેઓએ કોઈપણ વ્યક્તિને પોતાના નામે વીડિયો બનાવવા અથવા સોશિયલ મીડિયા પર પોતાની આગાહી પ્રસિદ્ધ કરવાની મંજૂરી આપી નથી. તેઓ કોઈને પણ એવું કહેતા નથી કે મારા વીડિયો બનાવો કે મારા નામનો ઉપયોગ કરો. તેથી જો કોઈ વ્યક્તિ તેમના નામે વીડિયો બનાવી રહ્યો હોય અથવા સોશિયલ મીડિયા પર તેમની ઓળખનો ઉપયોગ કરી રહ્યો હોય તો તે તેમની અધિકૃત માહિતી ગણવી જોઈએ નહીં.
ADVERTISEMENT
અંબાલાલ પટેલે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થતા દરેક વીડિયો પર વિશ્વાસ કરતા પહેલાં તેની સત્યતા ચકાસવી જોઈએ. ખાસ કરીને તેમના નામે ફરતા વીડિયો અથવા પોસ્ટને શેર કરતા પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે. ખોટી માહિતીના કારણે લોકોમાં ગેરસમજ ફેલાઈ શકે છે અને અફવાઓને વેગ મળી શકે છે.
ADVERTISEMENT
તેમણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર જવાબદારીપૂર્વક વર્તવું દરેક વ્યક્તિની ફરજ છે. કોઈપણ વ્યક્તિએ તેમના નામનો ઉપયોગ કરીને ખોટા વીડિયો બનાવવા અથવા ભ્રામક માહિતી પ્રસારિત કરવી જોઈએ નહીં. સાચી માહિતી જ લોકો સુધી પહોંચે અને તેમના નામનો દુરુપયોગ અટકે તે માટે તેમણે આ જાહેર સ્પષ્ટતા કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બાવળા-સાણંદમાં પૂરના પાણી ન ઓસરતા અમિત શાહનો મંત્રીઓને આદેશ, સોંપાઈ જવાબદારી
અંબાલાલ પટેલના આ નિવેદન બાદ હવે લોકોને તેમના નામે ચાલી રહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ અને વીડિયો અંગે વધુ સતર્ક રહેવાની જરૂર છે. તેમણે ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે તેમના નામે કોઈ સત્તાવાર Facebook, Instagram કે YouTube ચેનલ કાર્યરત નથી અને તેમના નામે પ્રસારિત થતી માહિતીની સત્યતા ચકાસ્યા વિના વિશ્વાસ ન કરવો જોઈએ.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
media professional with nine years of expertise in frontline reporting and crafting compelling special stories.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT