ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો વધુ એક કમાલ! જ્ઞાનેશ્વરી યાદવે જીત્યો સિલ્વર મેડલ

CWG 2026 / કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો વધુ એક કમાલ! જ્ઞાનેશ્વરી યાદવે જીત્યો સિલ્વર મેડલ

Published By: Nirav Kumar

Last Updated: 08:29 PM, 27 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાનેશ્વરી યાદવે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર જીતીને ભારતને પાંચમું મેડલ અપાવ્યું છે. જ્યારે પ્રતિષ્ઠા સામંતા વોલ્ટ ફાઈનલમાં છઠ્ઠા સ્થાને રહીને મેડલથી ચૂકી ગઈ હતી.

ADVERTISEMENT

રાજનાંદગાંવની દીકરી જ્ઞાનેશ્વરી યાદવે એક વખત ફરીથી શાનદાર પ્રદર્શન કરીને ભારતની શાન વધારીછે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026માં જ્ઞાનેશ્વરીએ સિલ્વર મેડલ જીતીને ભારતને પાંચમું મેડલ અપાવ્યું છે.

આ પહેલાં રવિવારે મીરાબાઈ ચાનુએ વેઈટલિફ્ટિંગમાં સોનાનું મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમજ ઋષિકાંત સિંહ અને રાજા મુથુપાંડીએ પણ સિલ્વર મેડલ મેળવીને ભારતની શાન વધારી છે. આ સિવાય પુરુષોની હેવીવેઈટ પેરા પાવરલિફ્ટિંગમાં ઝંડુ કુમારે 190 કિલો વજન ઊંચકીને ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો.

જ્ઞાનેશ્વરી યાદવે વેઈટલિફ્ટિંગમાં ભારતને ચોથું મેડલ અપાવ્યું છે. તેને ત્રીજા પ્રયાસમાં સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 111 કિલો વજન ઊંચકીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. આખા મુકાબલામાં નાઈજીરિયાની ઓનોમે ઓમોલોલા ડિડિહ સાથે તેની સ્પર્ધા જોવા મળી હતી. જેમાં કુલ 199 કિલો વજન સાથે તે બીજા સ્થાને રહી હતી.

વધુ વાંચો : મીરાબાઈ ચાનુએ ફરી ઇતિહાસ રચ્યો! CWG 2026માં જીત્યો ગોલ્ડ મેડલ

આ સિવાય જીમ્નાસ્ટ પ્રતિષ્ઠા સામંતા મેડલથી ચૂકી ગઈ હતી. તેઓ સ્ત્રીઓની વોલ્ટ ફાઈનલમાં છઠ્ઠા સ્થાને રહીને મેડલ જીતવાનો મોકો ગુમાવી બેઠી હતી. તેને ફાઈનલ માટે સાતમા સ્થાને ક્વોલિફાઈ કર્યું હતું. જેમાં પ્રથમ પ્રયાસમાં 12.700 અને બીજા પ્રયાસમાં 12.666 પોઈન્ટ મેળવીને તેનો એવરેજ સ્કોર 12.683 રહ્યો હતો. જે મેડલ માટે અપૂરતો સાબિત થયો હતો.

જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dnyaneshwari Yadav won silver weightlifting

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ