બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 07:40 AM, 29 July 2026
1/8
ગુરુ પૂર્ણિમાના દિવસે મહર્ષિ વેદવ્યાસની જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુનું પૂજન, સ્નાન-દાન અને ભગવાનની આરાધના કરવાથી જ્ઞાન, સુખ, શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તેવી ધાર્મિક માન્યતા છે. આવો જાણીએ ગુરુ પૂર્ણિમાનું મહત્વ, સ્નાન-દાનનું શુભ મુહૂર્ત અને આજના દિવસે કરવાના ખાસ ઉપાય.
2/8
સનાતન ધર્મમાં ગુરુનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું માનવામાં આવ્યું છે. ગુરુ જ જીવનમાં સાચો માર્ગ બતાવીને અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ દોરી જાય છે. મહર્ષિ વેદવ્યાસે વેદોનું વિભાજન કર્યું હતું તેમજ અનેક પુરાણો અને મહાભારત જેવા મહાગ્રંથોની રચના કરી હતી. તેથી તેમને આદિગુરુ તરીકે પૂજવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના આશીર્વાદ મેળવવાથી જીવનમાં સફળતા અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે એવી માન્યતા છે.
3/8
દ્રિક પંચાંગ અનુસાર આષાઢ સુદ પૂર્ણિમા તિથિ 28 જુલાઈ 2026ના રોજ સાંજે 6:18 કલાકે શરૂ થઈ હતી અને 29 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:05 કલાકે પૂર્ણ થશે. ઉદયા તિથિના આધારે 29 જુલાઈ, બુધવારના રોજ ગુરુ પૂર્ણિમાનો પાવન તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સવારે 5:40 થી 9:05 વાગ્યા સુધીનો સમય ગુરુ પૂજન માટે શુભ માનવામાં આવે છે, જ્યારે અભિજિત અને શુભ ચોઘડિયું બપોરે 12:00 થી 12:55 વાગ્યા સુધી રહેશે. સાંજે 5:30 થી 7:15 વાગ્યા સુધી પણ પૂજા માટે શુભ સમય માનવામાં આવે છે.
4/8
5/8
આ દિવસે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ પોતાના ગુરુ અથવા ગુરુના પ્રતીકરૂપ ચિત્રનું વિધિપૂર્વક પૂજન કરવું. તેમને ફૂલ, ચંદન, અક્ષત અને દક્ષિણાનું અર્પણ કરીને આશીર્વાદ લેવા. જો ગુરુ પ્રત્યક્ષ હાજર ન હોય તો તેમના સ્મરણ સાથે ભગવાન વિષ્ણુ અને મહર્ષિ વેદવ્યાસની પણ આરાધના કરી શકાય.
6/8
ગુરુ પૂર્ણિમાના દિવસે અન્નદાનને અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે ભૂખ્યાને ભોજન કરાવવાથી અને જરૂરિયાતમંદોને અન્નનું દાન કરવાથી જીવનના અનેક કષ્ટો દૂર થાય છે. પોતાની ક્ષમતા મુજબ દાન કરવાથી સકારાત્મક ફળ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
7 ફોટોઝ
ગુરુ પૂર્ણિમા 2026 / ગુરુને આ શુભ ભેટ આપશો તો મળશે આશીર્વાદ અને જીવનમાં આવશે સફળતા
ટોપ સ્ટોરીઝ