ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:28 PM, 28 July 2026
ADVERTISEMENT
કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સહિત તમામ વિદેશી વિદ્યાર્થીઓ માટે ઈમિગ્રેશન વિભાગ તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા જારી કરવામાં આવી છે. પાર્ટ-ટાઈમ નોકરી કરતા કે નોકરી કરવાની યોજના બનાવી રહેલા વિદ્યાર્થીઓએ હવે ઈમિગ્રેશન નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. ઈમિગ્રેશન, રિફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) એ સ્પષ્ટ ચેતવણી આપી છે કે અનધિકૃત રીતે કામ કરવાથી ભવિષ્યમાં પરમિટ ન મળવી કે દેશમાંથી બહાર કાઢી મૂકવા (Deportation) જેવા ગંભીર પરિણામો આવી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
કેનેડાના કેલગરી ખાતે આવેલી પોર્ટેજ કોલેજના સેંકડો ભારતીય વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પછી પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ (PGWP) આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. IRCC એ તેમના કોર્સને યોગ્ય ન ગણાવીને વર્ક વિઝા રિજેક્ટ કર્યા હતા. લાખો રૂપિયાની ફી ચૂકવ્યા પછી પણ વર્ક પરમિટ ન મળતાં વિદ્યાર્થીઓએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ મામલે પોર્ટેજ કોલેજે 21 જુલાઈના રોજ પોતાની વેબસાઈટ પર અપડેટ આપતાં વિદ્યાર્થીઓને કાનૂની સલાહ લેવા જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે કોલેજ આ બાબતે IRCC સાથે સતત વાતચીત કરી રહી છે. કોલેજે આગામી અઠવાડિયે આંદોલનકારી વિદ્યાર્થીઓના પ્રતિનિધિઓ સાથે વધુ એક બેઠક પણ નક્કી કરી છે.

ADVERTISEMENT
ઈમિગ્રેશન વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓ માત્ર પોતાના સ્ટડી પરમિટની શરતો હેઠળ જ કામ કરી શકે છે.
ADVERTISEMENT
સ્ટડી પરમિટ શરત: તમે કેનેડામાં વિદેશી વિદ્યાર્થી તરીકે ત્યારે જ કામ કરી શકો છો જ્યારે તમારી સ્ટડી પરમિટ તેને મંજૂરી આપતી હોય.
24 કલાકની મર્યાદા: જો તમે કેમ્પસ બહાર કામ કરવા માટે યોગ્ય છો, તો અભ્યાસ ચાલુ હોય તે દરમિયાન અઠવાડિયામાં વધુમાં વધુ માત્ર 24 કલાક જ કામ કરી શકો છો.
ADVERTISEMENT
નિયમભંગના પરિણામો: નક્કી કરેલી સમયમર્યાદા કરતાં વધુ કામ કરવું એ સ્ટડી પરમિટનો ભંગ ગણાશે. તેના કારણે કેનેડામાં પ્રવેશ પર પ્રતિબંધથી લઈને કાનૂની કાર્યવાહી સુધીના પગલાં ભરાઈ શકે છે.
ADVERTISEMENT
આગામી ફોલ ઈન્ટેક (Fall Intake) માં હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા ભણવા જઈ રહ્યા છે, જેઓ ત્યાં પાર્ટ-ટાઈમ જોબ પણ કરશે. આ તમામ વિદ્યાર્થીઓએ ભવિષ્યની ઈમિગ્રેશન સમસ્યાઓથી બચવા માટે આ નિયમોની મર્યાદામાં રહીને જ કામ કરવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT