બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું બંધ થઇ જશે Paytm પેમેન્ટ્સ બેંક? તો Wallet, UPI સહિત તમારા રૂપિયાનું શું થશે?
Last Updated: 11:24 PM, 28 July 2026
Paytm Payments Bank પર છેલ્લે કેટલાય વર્ષોથી RBIની નજર હતી અને હવે દિલ્હી હાઈકોર્ટે RBIની અરજી પર બેંકને સંપૂર્ણપણે વિન્ડિંગ અપ (બંધ) કરવાનો આદેશ આપી દીધો છે. આપ્રિલ 2026માં RBIએ તેનું લાઇસન્સ જ રદ્દ કરી નાખ્યું હતું કેમ કે બેંક વારંવાર નિયમોનું પાલન કરતી ન હતી અને ડિપોઝિટર્સના હિતમાં કામ નહોતું કરતી.
ADVERTISEMENT
જેમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે બેંક સતત નિયમનકારી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને તેની કામગીરી ડીપોઝીટરના હિત માટે અનુકૂળ નથી. બાદમાં RBI એ દિલ્હી હાઈકોર્ટને બેંકને બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવા રીક્વેસ્ટ કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે હવે 8 જુલાઈ અને 22 જુલાઈ 2026 ના રોજના તેના આદેશોના આધારે પેટીએમ પેમેન્ટ્સ બેંકને બંધ કરવાની મંજૂરી આપી છે. જેમાં કોર્ટે SBIના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરિકુમાર એમ. નાયરને ઓફિશિયલ લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે. હવે બેંકની તમામ સંપત્તિ, જવાબદારીઓ અને કાનૂની પ્રક્રિયા આ લિક્વિડેટર સંભાળશે. બેંકના બોર્ડની બધી પાવર પણ હવે તેમના હાથમાં છે.
ADVERTISEMENT
RBI ના જણાવ્યા અનુસાર, ઓફીશીયલ લિક્વિડેટરે 8 જુલાઈ, 2026 થી બેંકના બોર્ડની તમામ સત્તાઓ સંભાળી લીધી છે. હવે તેઓ બેંક અને વિન્ડિંગ-અપ પ્રક્રિયાને લગતા તમામ નિર્ણયોનું નિરીક્ષણ કરશે.
ADVERTISEMENT
Paytm પેમેન્ટ્સ બેંક ઘણા વર્ષોથી RBI ની દેખરેખ હેઠળ છે. માર્ચ 2022 માં RBI એ બેંકને તેની સિસ્ટમ અને નિયમો અંગે ગંભીર ચિંતાઓને કારણે નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં RBI એ બેંક પર ઘણા નિયંત્રણો લગાવ્યા હતા, જેમાં નવી ડીપોઝીટ સ્વીકારવા, ખાતામાં ફંડ જમા કરવા અને વોલેટ ટોપ-અપ જેવી સેવાઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા.
જેમાં વારંવાર ઉલ્લંઘનો બાદ RBI એ આખરે એપ્રિલ 2026 માં બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું. હવે હાઇકોર્ટના આદેશ સાથે, Paytm પેમેન્ટ્સ બેંકને બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, તમારે બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. આ ફક્ત Paytm Payments Bankને જ અસર કરશે. Paytmની મુખ્ય ફિનટેક કંપની અને બીજી સર્વિસીસ (UPI, QR કોડ, સાઉન્ડબોક્સ, મર્ચન્ટ પેમેન્ટ્સ વગેરે) અલગ-અલગ યુનિટ અને Yes Bank જેવા અન્ય પાર્ટનર બેંકો સાથે જોડાયેલી છે. એટલે તમે પહેલાંની જેમ Paytm એપ વાપરી શકશો.
જેમાં પેટીએમ પેમેન્ટ્સ બેંક બંધ થવાથી બધી પેટીએમ એપ સર્વિસ પર અસર નહીં પડે. પેટીએમ પહેલાથી જ તેની યુપીઆઈ અને પેમેન્ટ સર્વિસને યસ બેંક સહિત બીજી પાર્ટનર બેંકો સાથે ઇન્ટીગ્રેટ કરી ચૂકી છે. આથી ગ્રાહકો પહેલાની જેમ યુપીઆઈ પેમેન્ટ્સ, ક્યુઆર કોડ સ્કેનિંગ, સાઉન્ડબોક્સ અને મર્ચન્ટ પેમેન્ટ્સ જેવી સર્વિસનો ઉપયોગ કરી શકશે.
ADVERTISEMENT
તમારા Paytm વોલેટ કે બેંક ખાતામાં પડેલા પૈસા પણ સુરક્ષિત છે. RBIએ પહેલેથી જ કહી દીધું છે કે બેંક પાસે ડિપોઝિટર્સને પૈસા પરત આપવા માટે પૂરતા ફંડ છે. લિક્વિડેટર આ પ્રક્રિયા કાયદા મુજબ પૂરી કરશે.
ADVERTISEMENT
આ ઘટનાની અસર પેટીએમની પેરેન્ટ કંપની One97 ના મુખ્ય વ્યવસાયને અસર કરશે નહીં. પેટીએમની સર્વિસ જેમ કે તેની પેમેન્ટ ગેટવે, યુપીઆઈ, ક્યુઆર, સાઉન્ડબોક્સ, મર્ચન્ટ સર્વિસીસ અને પેટીએમ મની, અને બેંકિંગ પાર્ટનર દ્વારા સંચાલિત થાય છે. આથી પેટીએમ એપનો ઉપયોગ પહેલાની જેમ જ ગ્રાહકો દ્વારા ચાલુ રહેશે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.