ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / શું લાખો ભારતીયોને મળશે ગ્રીન કાર્ડ? USથી આવ્યા સૌથી મહત્વના સમાચાર

NRI / શું લાખો ભારતીયોને મળશે ગ્રીન કાર્ડ? USથી આવ્યા સૌથી મહત્વના સમાચાર

Published By: Pravin Joshi

Last Updated: 07:12 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ઇમિગ્રેશનને લઈને એક મોટો અને રાહત આપનારો પ્રસ્તાવ સામે આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રની કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર સિનેટર એલેક્સ પેડિલાએ યુએસ કોંગ્રેસમાં એક નવું બિલ રજૂ કર્યું છે.

ADVERTISEMENT

અમેરિકામાં ઇમિગ્રેશન કાયદાઓને વધુ આધુનિક અને સરળ બનાવવા માટે ડેમોક્રેટિક પાર્ટીના સિનિયર સિનેટર એલેક્સ પેડિલા (કેલિફોર્નિયા) એ એક નવું મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યું છે. આ બિલનું નામ "રિન્યુઇંગ ઇમિગ્રેશન પ્રોવિઝન્સ ઓફ ધ ઇમિગ્રેશન એક્ટ ઓફ 1929" છે. જો આ પ્રસ્તાવિત બિલ કાયદો બની જશે, તો અમેરિકામાં વર્ષોથી વસવાટ કરતા 80 લાખથી વધુ લોકોને કાયમી નિવાસ એટલે કે ગ્રીન કાર્ડ (Green Card) મેળવવાની સુવર્ણ તક મળશે.

US-VISA

બિલની મુખ્ય શરતો અને જોગવાઈઓ

આ પ્રસ્તાવ હેઠળ એવા તમામ પ્રવાસીઓને અમેરિકામાં સ્થાયી નિવાસનો અધિકાર મળી શકે છે જેઓ:

  • ઓછામાં ઓછા 7 વર્ષથી સતત અમેરિકામાં રહેતા હોય.
  • જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ (Criminal Record) ન હોય.
  • ગ્રીન કાર્ડ સંબંધિત અન્ય તમામ કાનૂની શરતો અને માપદંડો પૂર્ણ કરતા હોય.
H1b-Visa

છેલ્લે 1986 માં થયો હતો કાયદામાં સુધારો

આ બિલ દ્વારા અમેરિકાના જૂના 'રજિસ્ટ્રી પ્રોવિઝન' (Registry Provision) માં ફેરફાર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કાયદાકીય જોગવાઈ છેલ્લે વર્ષ 1986 માં અપડેટ કરવામાં આવી હતી. હાલના જૂના નિયમો મુજબ, માત્ર એવા જ લોકોને આ સુવિધાનો લાભ મળે છે જેઓ 1 જાન્યુઆરી 1972 પહેલાથી અમેરિકામાં વસવાટ કરી રહ્યા હોય. આ જૂની કટ-ઓફ ડેટના કારણે હાલ આ નિયમ લગભગ બિનઉપયોગી બની ગયો છે અને ખૂબ જ ઓછા લોકોને તેનો લાભ મળી રહ્યો છે. સિનેટર એલેક્સ પેડિલાએ જણાવ્યું હતું કે, તેમણે આ બિલ એવા મહેનતુ પ્રવાસીઓના સમર્થનમાં રજૂ કર્યું છે જેઓ ઘણા વર્ષોથી અમેરિકામાં રહીને ત્યાંના અર્થતંત્ર અને સમાજમાં મોટું યોગદાન આપી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્રની નીતિઓના કારણે લાખો પરિવારો સતત ડર અને અનિશ્ચિતતામાં જીવી રહ્યા છે, જેથી હવે ઇમિગ્રેશન કાયદામાં સુધારો કરવાનો યોગ્ય સમય આવી ગયો છે.

H1B-visa

ભારતીય H-1B પ્રોફેશનલ્સને મળશે મોટો લાભ

આ બિલ પસાર થવાથી સમાજના વિવિધ વર્ગોને મોટો ફાયદો થશે. જેમાં ડ્રીમર્સ (Dreamers), ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ (TPS) ધરાવતા લોકો, આવશ્યક સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ, લાંબા ગાળાના વીઝા ધારકોના બાળકો અને ઉચ્ચ કુશળ વ્યાવસાયિકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ Parliament Monsoon Session / ''જેઓ દાન ચોરી ન બચાવી શક્યા તે...'', પેપર લીક મુદ્દે અખિલેશ યાદવના પ્રહાર

ખાસ કરીને H-1B વીઝા પર અમેરિકામાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સને આનાથી મોટો લાભ મળશે. હાલમાં અમેરિકાની 'પ્રતિ દેશ મર્યાદા' (Per-Country Cap) ની નીતિના કારણે ભારતીય ઉમેદવારોને રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ મેળવવા માટે સૌથી લાંબી રાહ જોવી પડે છે. અરજીઓનો મોટો બેકલોગ હોવાના કારણે હજારો ભારતીયોને ગ્રીન કાર્ડ માટે દાયકાઓ સુધી રાહ જોવી પડે છે, પરંતુ 7 વર્ષની નવી મર્યાદા લાગુ થતાં તેમનો ગ્રીન કાર્ડ મેળવવાનો માર્ગ સરળ બની જશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USImmigration H1BVisa GreenCard

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ