ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / જેને એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમી, તે બન્યો ટીમ ઈન્ડિયાનો કોચ, કોણ છે એ પ્લેયર?
Last Updated: 09:45 PM, 28 July 2026
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે મોટો ફેરફાર થયો છે. જેમાં ટી. દિલીપનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં બીસીસીઆઈએ તેમને આગળ નહીં વધારવાનો નિર્ણય લીધો છે. તેમની જગ્યાએ સુભદીપ ઘોષને નવા ફિલ્ડિંગ કોચ બનાવવામાં આવ્યા છે. જેમાં 58 વર્ષીય સુભદીપનો કાર્યકાળ આગામી મહિને શ્રીલંકા સામેના પ્રવાસ સાથે શરૂ થશે.
ADVERTISEMENT
અસમના ડિગબોઈમાં 13 નવેમ્બર 1968માં જન્મેલા સુભદીપ ઘોષે ફર્સ્ટ ક્લાસમાં 17 મેચ અને લિસ્ટ-એના 17 મેચ રમ્યા છે. તેઓ અસમ અને રેલવેની ટીમ માટે બેટ્સમેન અને ઓફસ્પિન બોલર તરીકે રમતા હતા. ક્રિકેટ સર્કલમાં તેઓ ‘જોય’ તરીકે પણ જાણીતા છે. તેઓ ઇન્ડીયન અંડર-19 ટીમ સાથે પણ જોડાયેલા રહ્યા છે અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તેમજ કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે કામ કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
Subhadeep Ghosh has joined the Indian team as the Fielding Coach
— Swapnil Vats (@iamswapnilvats) July 28, 2026
He was the Fielding Coach of KKR during the 2019 IPL season
Another former KKR coaching staff member is now part of the Indian team’s support staff pic.twitter.com/PX8oERGthl
ADVERTISEMENT
સુભદીપ ઘોષ ભારતીય ક્રિકેટ સેટઅપ માટે નવા નથી. તેઓ વર્ષ 2024માં વીવીએસ લક્ષ્મણની આગેવાનીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ વ્હાઇટ બોલ સિરીઝમાં ટીમ ઇન્ડિયાના ફિલ્ડિંગ કોચ રહ્યા હતા. તેમજ તેઓ છેલ્લા અમુક વર્ષોથી મહિલા ટીમ સાથે પણ જોડાયેલા રહ્યા છે. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર અને 2023ના એશિયન ગેમ્સમાં પણ તેઓ મહિલા ટીમના ફિલ્ડિંગ કોચ તરીકે કામ કરી ચૂક્યા છે.
ADVERTISEMENT
બીસીસીઆઈમાં આ ફેરફાર ગૌતમ ગંભીરના હેડ કોચ બન્યા બાદના મોટા રિસેટનો ભાગ છે. અસિસ્ટન્ટ કોચ રેયાન ટેન ડોએશેના રાજીનામા પછી આ બદલાવ આવ્યો છે. એવું મનાઈ રહ્યું છે કે, રેયાન ટેન ડોએશે ફરીથી કોલકોતા સાથે જોડાઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT