બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NEET પેપર લીક કેસમાં CBI ની મોટી કાર્યવાહી: NTA ના 3 નિષ્ણાતો સહિત 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

નેશનલ / NEET પેપર લીક કેસમાં CBI ની મોટી કાર્યવાહી: NTA ના 3 નિષ્ણાતો સહિત 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ

Published By: Pravin Joshi

Last Updated: 11:37 PM, 28 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં ચર્ચિત NEET UG પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી CBI એ મોટી કાર્યવાહી કરી છે. દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં CBI ની આર્થિક ગુના શાખાએ 13 આરોપીઓ સામે ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં NTA ના 3 વિષય નિષ્ણાતોનો પણ સમાવેશ થાય છે.

NEET UG પરીક્ષાના પેપર લીક કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરોએ મંગળવારે મોટો ધડાકો કરતા દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટમાં 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. CBI ની આર્થિક ગુના શાખા દ્વારા રજૂ કરવામાં આવેલી આ ચાર્જશીટ હવે આગળની સુનાવણી માટે પેપર લીકના કેસો માટે ખાસ ગઠિત સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ 13 આરોપીઓ હાલમાં ન્યાયિક હિરાસતમાં છે.

ચાર્જશીટમાં સામેલ આરોપીઓ અને પુરાવા

CBI એ જે 13 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં યશ યાદવ, મંગલીલાલ બિવાલ, દિનેશ બિવાલ, વિકાસ બિવાલ, શુભમ ખેરનાર, ધનંજય લોખંડે, પ્રહલાદ કુલકર્ણી, તેજસ હર્ષદ કુમાર, ડો. મનોજ શિરૂરે, શિવરાજ રઘુનાથ મોતેગાંવકર, મનીષા વાઘમારે, મનીષા મંધારે અને મનીષા સંજય હવાલદારનો સમાવેશ થાય છે. CBI એ પોતાની ચાર્જશીટમાં 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 મહત્વપૂર્ણ પુરાવાઓ રજૂ કર્યા છે. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ લીક થયેલા પ્રશ્નપત્રના મૂળ સ્રોત અને તેને પરીક્ષાર્થીઓ સુધી પહોંચાડનારા વચેટિયાઓની સફળતાપૂર્વક ઓળખ કરી લેવામાં આવી છે.

CBI NEW LOGO

કાયદાકીય કલમો અને FIR ની વિગતો

આરોપીઓ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, પુરાવાનો નાશ કરવો, ભ્રષ્ટાચાર નાબૂદી કાયદો અને પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં BNS 2023 ની કલમ 315(5), 318(4), 61(2), 238 અને 303(2) તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 ની કલમ 13(2) અને 13(1)(a) નો સમાવેશ થાય છે. આ સિવાય પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024 ની કલમ 10 તથા 3, 4, 5 અને 11 હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ 3 મે 2026 ના રોજ યોજાયેલી NEET UG પરીક્ષામાં પેપર લીકના આરોપો બાદ સામે આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગે 12 મે 2026 ના રોજ CBI ને ફરિયાદ આપી હતી, જેના આધારે તે જ દિવસે FIR નોંધીને 72 અધિકારીઓ અને 8 સાયબર ફોરેન્સિક નિષ્ણાતોની ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી.

વધુ વાંચો : મનોરંજન / આતુરતાનો અંત! આવી ગઇ રામાયણનું ટ્રેલર રિલીઝ થવાની તારીખ

દરોડા, ધરપકડ અને બેંક ખાતાઓ ફ્રીઝ

CBI એ મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સહિતના રાજ્યોમાં 92 સ્થળોએ દરોડા પાડીને મોબાઈલ, લેપટોપ અને ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા. કેસમાં પહેલી ધરપકડ 13 મે 2026 ના રોજ થઈ હતી અને અત્યાર સુધીમાં કુલ 13 લોકોની અટકાયત કરવામાં આવી છે. આમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સાથે જોડાયેલા કેમિસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સના 3 વિષય નિષ્ણાતો તેમજ 2 કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ સાથે જોડાયેલા લોકોનો પણ સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એજન્સીએ આરોપીઓના બેંક ખાતા, લોકર અને એક ડીમેટ ખાતું પણ ફ્રીઝ કરી દીધું છે. ડિજિટલ ફોરેન્સિક રિપોર્ટ અને હેન્ડરાઈટિંગ એક્સપર્ટના રિપોર્ટ પરથી પુષ્ટિ થઈ છે કે પરીક્ષા પહેલા જ પ્રશ્નપત્રો લીક કરી દેવામાં આવ્યા હતા. CBI નું કહેવું છે કે આ કેસમાં આગળ પણ નવી કાર્યવાહી થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEETPaperLeak CBI RouseAvenueCourt

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ