બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કબાડ નહીં, ખજાનો છે જૂની CD-DVD! આ રીતે ફરી ઉપયોગ કરીને ચમકાવી દો તમારું ઘર

photo-story

7 ફોટો ગેલેરી

હોમ ડેકોર / કબાડ નહીં, ખજાનો છે જૂની CD-DVD! આ રીતે ફરી ઉપયોગ કરીને ચમકાવી દો તમારું ઘર

Last Updated: 09:45 AM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Old CD DVD Reuse Ideas: આપણે OTT ના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં ફોનથી લઈને ટીવી સુધીની દરેક વસ્તુ ઓનલાઇન ઉપલબ્ધ છે. પરંતુ શું તમને એ સમય યાદ છે જ્યારે તમારે ફિલ્મો જોવા કે તમારા મનપસંદ ગાયકોના ગીતો સાંભળવા માટે બજારમાંથી CD કે DVD ખરીદવી પડતી હતી? જે CD અને DVD એક સમયે કોઈ કિંમતી ખજાના જેવી લાગતી હતી, તે હવે ઘણીવાર ઘરમાં ભંગારની જેમ પડી રહે છે. ખરું ને? હકીકતમાં, કદાચ તમારા ઘરના કોઈ કબાટમાં પણ આવી જૂની CD કે DVD ક્યાંક સચવાયેલી પડી હશે.

1/7

photoStories-logo

1. જૂની CD અને DVDનો પુનઃઉપયોગ કરો

જો તમારા ઘરમાં જૂની CD કે DVDનો ઢગલો પડ્યો હોય અને તેનો હવે કોઈ ઉપયોગ ન થતો હોય, તો તેને સીધી કચરાપેટીમાં ફેંકી દેવાની ભૂલ ન કરશો. થોડી ક્રિએટિવીટી વાપરીને, આ નકામી ડિસ્કનો ઉપયોગ તમારા ઘરને વધુ વ્યવસ્થિત, સુઘડ અને ઉપયોગી બનાવવામાં થઈ શકે છે. આવો જૂની CD અને DVDનો પુનઃઉપયોગ કરવાની કેટલીક એવી રીતો જણાવી રહ્યા છીએ, જેવા વિચારો કદાચ તમારા મનમાં ક્યારેય આવ્યા પણ નહીં હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સ્ટાઇલિશ કોસ્ટર્સ બનાવો

તમે જૂની CD અથવા DVDને એકબીજા સાથે ચોંટાડીને શાનદાર કોસ્ટર્સ બનાવી શકો છો. તેનાથી ચા, કોફી કે પાણીના ગ્લાસ ટેબલ પર મૂકતી વખતે ટેબલ પર ડાઘ પડતા અટકે છે. તમે CD કે DVDની ચમકતી બાજુ બહારની તરફ રાખી શકો છો અથવા તમારી મનપસંદ મૂવી કે મ્યુઝિક આલ્બમવાળી બાજુ પણ રાખી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ચાર્જિંગ કેબલ્સને વ્યવસ્થિત રાખો

મોબાઈલ ચાર્જર, લેપટોપ કેબલ્સ અને HDMI વાયરો ઘણીવાર ગૂંચવાઈ જતા હોય છે. તેમને જૂની CD પર વીંટાળી દો અને રબર બેન્ડ અથવા વેલ્ક્રો સ્ટ્રેપ વડે સુરક્ષિત કરો. આનાથી જરૂર પડે ત્યારે તમે યોગ્ય કેબલ ઝડપથી શોધી શકશો અને વાયરોને ગૂંચવાતા અટકાવી શકશો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તમારા બગીચામાંથી પક્ષીઓ અને પ્રાણીઓને દૂર રાખો

જો કબૂતર, ખિસકોલી, સસલાં કે અન્ય પ્રાણીઓ તમારા બગીચાના છોડને નુકસાન પહોંચાડતા હોય, તો જૂની સીડી (CDs) ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. દોરીની મદદથી તેમને ઝાડ કે છોડની નજીક લટકાવો. જ્યારે પવન ફૂંકાય ત્યારે આ સીડી ફરશે અને તેની ચમક પ્રાણીઓને ડરાવીને દૂર ભગાડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. તમારા રસોડા માટે ચમચી મૂકવાનું સ્ટેન્ડ બનાવો

રસોઈ કરતી વખતે ઘણીવાર ચમચી કે તવેથો ક્યાં મૂકવો તે અંગે મૂંઝવણ થાય છે અને પરિણામે તેને સીધા રસોડાના કાઉન્ટર પર મૂકી દેવામાં આવે છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ચમચી મૂકવા માટે જૂની CDનો ઉપયોગ કરો. આનાથી કાઉન્ટર ગંદું થતું અટકે છે અને રસોઈ પૂરી થયા પછી સાબુ અને પાણીથી CDને સરળતાથી સાફ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મીણબત્તીનું ઓગળેલું મીણ ઢોળાતું અટકાવવા

જો તમને મીણબત્તીઓ પ્રગટાવવી ગમતી હોય, તો તમે તેની નીચે જૂની સીડી (CD) મૂકી શકો છો. આનાથી ઓગળેલું મીણ ટેબલ કે ફર્નિચર પર ટપકતું અટકે છે. મીણ સુકાઈ જાય પછી તેને સરળતાથી દૂર કરી શકાય છે, જેથી સીડીનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. પેઇન્ટ પેલેટ તરીકે ઉપયોગ કરો

જો તમે પેઇન્ટિંગ કે DIY પ્રોજેક્ટ્સ કરતા હોય, તો રંગોને મિશ્રિત કરવા માટે તમે જૂની CDનો પેલેટ તરીકે ઉપયોગ કરી શકો છો. તેની સુંવાળી સપાટી પર રંગો સરળતાથી ભળી જાય છે અને ઉપયોગ કર્યા પછી તેને સાફ કરવી પણ સરળ છે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

home organization diy not waste best ways to repurpose old cd dvd reuse ideas
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ