બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 20 ગુંઠા તળાવ પર ગેરકાયદે દબાણનો આરોપ! મહિલા સરપંચ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

ગુજરાત / 20 ગુંઠા તળાવ પર ગેરકાયદે દબાણનો આરોપ! મહિલા સરપંચ સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

Published By: Nidhi Panchal

Last Updated: 10:23 AM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ જિલ્લાના નિસરાયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સામે અનેક ગંભીર ગેરરીતિઓના આક્ષેપો થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ગામલોકોએ TDOને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે અને કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે

આણંદ જિલ્લાના નિસરાયા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ સામે ગેરરીતિ અને સત્તાના દુરુપયોગના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ગામલોકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયતના અનેક કામોમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી અને પૂર્વ મંજૂરી લીધા વિના નિર્ણયો લેવામાં આવ્યા છે. આક્ષેપોને લઈને ગામમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ગામલોકોએ તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિત આવેદનપત્ર આપી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

sarpanch

ગામલોકોનો આક્ષેપ છે કે મહિલા સરપંચે કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના દાદાગીરીપૂર્વક દબાણ કરીને ગ્રામ પંચાયતની કામગીરી કરી છે. વધુમાં, આશરે 20 ગુંઠા વિસ્તાર ધરાવતા તળાવનું પુરાણ કરીને તેના પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામલોકોના જણાવ્યા મુજબ પંચાયતની જાહેર જમીન પર પણ ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.

સામાજિક ન્યાય સમિતિની નિયમિત બેઠક પણ બોલાવવામાં આવી

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે ગ્રામ પંચાયત હેઠળ કાર્યરત સામાજિક ન્યાય સમિતિની નિયમિત બેઠક પણ બોલાવવામાં આવી નથી. ગામલોકોનો દાવો છે કે સમિતિને તેની કામગીરી માટે એકપણ ગ્રાન્ટ આપવામાં આવી નથી. પરિણામે સામાજિક ન્યાય સંબંધિત અનેક યોજનાઓ અને વિકાસના કાર્યો પ્રભાવિત થયા હોવાનું ગામલોકોનું કહેવું છે. આ સમગ્ર બાબત પંચાયતના વહીવટ પર પણ અનેક સવાલો ઊભા કરી રહી છે.

સરપંચ દ્વારા જાતિવાદી વલણ અપનાવીને ગામના કેટલાક લોકો સાથે અન્યાય

ગામલોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સરપંચ દ્વારા જાતિવાદી વલણ અપનાવીને ગામના કેટલાક લોકો સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમના જણાવ્યા મુજબ દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર થવો જોઈએ, પરંતુ કેટલાક લોકોને ઇરાદાપૂર્વક વિકાસના કામો અને સરકારી લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. આ આક્ષેપોને કારણે ગામમાં સામાજિક અસંતોષનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ ગામલોકોએ જણાવ્યું છે.

કામગીરી પર પણ ગામલોકોએ સવાલ ઉઠાવ્યા

આ સમગ્ર મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO)ની કામગીરી પર પણ ગામલોકોએ સવાલ ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ TDO દ્વારા અગાઉ આપવામાં આવેલી નોટિસની મુદતમાં વારંવાર વધારો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સમગ્ર કાર્યવાહી શંકાના ઘેરામાં આવી ગઈ છે. ગામલોકોનું કહેવું છે કે જો સમયસર અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી હોત તો અત્યાર સુધીમાં સમગ્ર મામલાનો યોગ્ય નિકાલ આવી ગયો હોત.

આ પણ વાંચો : એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના કેસમાં AAIBની સુપ્રીમ કોર્ટને જાણ! ઓક્ટોબરમાં સીલબંધ રિપોર્ટ રજૂ થશે

આ તમામ મુદ્દાઓને લઈને ગામલોકોએ TDOને વિગતવાર આવેદનપત્ર આપી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવી દોષિતો સામે કાયદેસરની અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ગામલોકોએ ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆત છતાં કોઈ અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે. હાલ સમગ્ર મામલો તાલુકા સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે અને હવે વહીવટી તંત્ર આક્ષેપોની તપાસ બાદ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gram Panchayat Sarpanch Controversy Anand News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ