બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેપર લીક બિલ પર હોબાળો, 'વિદ્યાર્થીઓ, મૂર્ખ અને અંધ ભક્તો...' કહી રાહુલ ગાંધીનો સરકાર પર નિશાન

National / પેપર લીક બિલ પર હોબાળો, 'વિદ્યાર્થીઓ, મૂર્ખ અને અંધ ભક્તો...' કહી રાહુલ ગાંધીનો સરકાર પર નિશાન

Published By: Nidhi Panchal

Last Updated: 01:34 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના ચોમાસુ સત્રમાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન લોકસભામાં ભારે હોબાળો જોવા મળ્યો. રાહુલ ગાંધીના નિવેદનને લઈને હોબાળો થયો છે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. મંગળવારથી શરૂ થયેલી ચર્ચા બુધવારે પણ ચાલુ રહી હતી. કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સભ્યોએ વિવિધ મુદ્દાઓને લઈને હોબાળો મચાવ્યો હતો, જેના કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહની કાર્યવાહી ફરી શરૂ થતાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા આગળ વધી હતી. આજની ચર્ચાની શરૂઆત JDUના સાંસદ દિલેશ્વર કામતે કરી હતી.

Rahul-Gandhi

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન દેશના વિદ્યાર્થીઓ અને પેપર લીકના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે દેશનું ભવિષ્ય રસ્તા પર ઉતરી ગયું છે અને વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે છે. શિક્ષણ મોંઘું બન્યું છે અને વિદ્યાર્થીઓની મહેનત સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓએ પણ પોતાના બાળકોને પૂછવું જોઈએ કે શું ખોટું થયું છે. તેમના જણાવ્યા મુજબ, દેશના યુવાનોનો ગુસ્સો યોગ્ય છે અને વિદ્યાર્થીઓને રસ્તા પર ઉતરવાની ફરજ પડી રહી છે.

"મને લાગ્યું કે મૂર્ખ અને વિદ્યાર્થીઓ બંને

રાહુલ ગાંધીએ પોતાના ભાષણ દરમિયાન કહ્યું, "મને લાગ્યું કે મૂર્ખ અને વિદ્યાર્થીઓ બંને છે. પછી મને પૂછવામાં આવ્યું કે ત્રીજી શ્રેણી એટલે અંધ ભક્તો ક્યાં છે. વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રણાલી અંગે વાત કરી રહ્યા છે. તેઓ આઠથી દસ કલાક અભ્યાસ કરે છે, વર્ષો સુધી મહેનત કરે છે અને શિક્ષણ પણ ખૂબ મોંઘું છે." આ નિવેદન બાદ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો અને ગૃહમાં હોબાળો શરૂ થયો.

રાહુલ ગાંધી પર બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુ સહિત સત્તાપક્ષના સભ્યોએ રાહુલ ગાંધી પર બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો અને આવા શબ્દોને કાર્યવાહીમાંથી દૂર કરવાની માંગ કરી. લોકસભા અધ્યક્ષે સ્પષ્ટ કર્યું કે જે પણ શબ્દો બિનસંસદીય ગણાશે તે કાર્યવાહીમાંથી દૂર કરવામાં આવશે. ત્યારબાદ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ "મૂર્ખ" શબ્દને અન્ય શબ્દથી બદલી દેશે. તેના જવાબમાં સ્પીકરે જણાવ્યું કે તેની માટે પહેલેથી જ સંસદીય પ્રક્રિયા ઉપલબ્ધ છે અને તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : મિનિમમ બેલેન્સ ન રાખતા ગ્રાહકો પાસેથી બેંકોએ વસૂલ્યા ₹5,000 કરોડ! HDFC અને Axis સૌથી આગળ

યુવાનોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા જોઈએ

ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે દેશના વિદ્યાર્થીઓ જાગૃત છે અને સત્ય જાણે છે. તેમણે કહ્યું કે યુવાનો ખુલ્લા મનથી શીખવા માંગે છે અને દરેક ભારતીયને વિદ્યાર્થીઓ પર ગર્વ હોવો જોઈએ. તેમના જણાવ્યા મુજબ, દેશના યુવાનોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા જોઈએ અને તેમનું સન્માન થવું જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનમાં ગુસ્સો કે દ્વેષ નહીં પરંતુ ભવિષ્ય પ્રત્યેની ચિંતા જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Paper Leak Bill Parliament Monsoon Session

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ