બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શ્રાવણમાં મુખ્ય દરવાજા પર કરો આ 4 શુભ કામ, આખું વર્ષ ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ!

photo-story

6 ફોટો ગેલેરી

વાસ્તુ શાસ્ત્ર / શ્રાવણમાં મુખ્ય દરવાજા પર કરો આ 4 શુભ કામ, આખું વર્ષ ઘરમાં રહેશે સુખ-સમૃદ્ધિ!

Last Updated: 10:35 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શ્રાવણમાં મુખ્ય દરવાજા સાથે જોડાયેલા અમુક સરળ વાસ્તુ ઉપાયો દરરોજ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી ભગવાન શિવની કૃપા પણ વધે છે.

1/6

photoStories-logo

1. મુખ્ય પ્રવેશદ્વાર

શ્રાવણનો પવિત્ર મહિનો શિવભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર મનાય છે. આ વર્ષે શ્રાવણ 30 જુલાઈથી શરૂ થઈ ગયો છે. એવામાં વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું મુખ્ય દ્વાર માત્ર અવર જવર માટે નથી પરંતુ સકારાત્મક ઊર્જાનું મુખ્ય પ્રવેશદ્વાર છે. આ મહિનામાં મુખ્ય દરવાજા સાથે જોડાયેલા અમુક સરળ વાસ્તુ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ભગવાન શિવ તથા માતા લક્ષ્મીની કૃપા વરસે છે. ચાલો તેવા અમુક ઉપાય વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હળદરવાળા પાણીનો છંટકાવ

શ્રાવણ મહિનામાં રોજ સવારે સ્નાન કર્યા બાદ એક લોટામાં પાણીમાં એક ચપટી હળદર નાખીને મુખ્ય દરવાજા અને ચોકઠ આસપાસ છંટકાવ કરો. આ ઉપાય કરવાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક વાતાવરણ બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મુખ્ય દરવાજે 'ॐ નું ચિહ્ન

શ્રાવણના પહેલા દિવસે કુમકુમ, સિંદૂર કે અષ્ટગંધથી મુખ્ય દરવાજાની બંને બાજુ કે વચ્ચે 'ॐ ' લખો. તેને સ્વચ્છ રાખો અને જો ઝાંખું પડી જાય તો દર સોમવારે તાજું કરો. આ ચિહ્ન ખરાબ નજર અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આંબાના પાંદડા અને ફૂલોનું તોરણ

શ્રાવણ મહિનામાં તાજા આંબાના પાંદડા અને ગેન્ડાના પીળા ફૂલોનો તોરણ બનાવીને મુખ્ય દરવાજે લગાવો. જો તે સુકાઈ જાય તો દર સોમવારે નવું તોરણ લગાવો. આ તોરણ ઘરમાં સકારાત્મકતા અને હરિયાળી આકર્ષે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ફૂલોની આકર્ષક રંગોળી

શ્રાવણ મહિનામાં મુખ્ય દરવાજો ખુબ શુભ મનાય છે. આથી રોજ સવારે મુખ્ય દરવાજાની બહાર તાજા ફૂલો, ચોખાનો લોટ અને હળદરથી સુંદર રંગોળી બનાવો. આ રંગોળી માત્ર સુંદરતા જ નથી વધારતી પરંતુ ઘરમાં સકારાત્મક ઊર્જા અને મહેમાનોનું સ્વાગત કરે છે. તે ઘરમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પણ બનાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Vastu Shastra main door Shravan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ