બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / બીજો રાઉન્ડ શરુ! અંબાજીમાં રસ્તાઓ પર વહી નદીઓ, ઈડર-વડાલી-ખેડબ્રહ્મામાં કડાકા-ભડાકા સાથે વરસાદ

ગુજરાતમાં મેઘમહેર / બીજો રાઉન્ડ શરુ! અંબાજીમાં રસ્તાઓ પર વહી નદીઓ, ઈડર-વડાલી-ખેડબ્રહ્મામાં કડાકા-ભડાકા સાથે વરસાદ

Published By: Hiralal Parmar

Last Updated: 09:39 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

31 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના એક દિવસ પહેલા બનાસકાંઠામાં ધોધમાર વરસાદ શરુ થયો હતો.

ગુજરાતમાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર થયેલું છે પરંતુ આ મહા આફતના એંધાણ વર્તાવાના શરુ થયા છે. બીજા રાઉન્ડમાં 30 જુલાઈએ સાંજે યાત્રાધામ અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. અમુક ઠેકાણે તો મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યાં હતા. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા અનેક વાહનચાલકો ટવાયા હતા.

આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ શરૂ (2)

ઈડર-વડાલી અને ખેડબ્રહ્મામાં વરસાદ

સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા જગતનો તાત ખુશખુશાલ થયો હતો. આ વિસ્તારોમાં મગફળીનું ખૂબ વાવેતર થયું છે.

31-july

ધોળકાના ભેટાવાડામાં તારાજીના દ્રશ્યો

ધોળકામાં ભારે વરસાદ બાદ ભેટાવાડા ગામમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. પૂરનાં પાણીના પગલે 300થી વધુ ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. ગ્રામ્ય જિલ્લામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણીના કારણે અનેક ગામોમાં હાલાકી પડી હતી.

30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, પરંતુ આગામી ચાર દિવસ અતિભારે વરસાદ સાથે તેજ હવાઓ અને તોફાનની સંભાવના છે.

Monsoon

અનેક વરસાદી સિસ્ટમ સક્રિય

IMD ગુજરાતના ડિરેક્ટરે જણાવ્યું કે અત્યારે અનેક વેધર સિસ્ટમ સક્રિય છે, જેના કારણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં અતિભારે વરસાદ, આંધી-તુફાન અને તેજ પવનોની સંભાવના વધારે છે. જેને ધ્યાનમાં રાખીને અમદાવાદ, વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં કાલે શુક્રવારે તમામ સ્કૂલ અને કોલેજો બંધ રહેશે.

આ પણ વાંચો : ગુજરાતમાં 'ઓપરેશન સરહદ' શરૂ, આતંકીઓના સંપર્કમાં આવેલા શંકાસ્પદ લોકો પર ATSની રાજ્યવ્યાપી નજર

આ જિલ્લાઓમાં ભારે વરસાદ

અમદાવાદ, વડોદરા, આણંદ, નર્મદા, છોટા ઉદેપુર, ભાવનગર, બોટાદ, ભરૂચ, વલસાડ, સુરત, તાપી, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદ, આંધી, વીજળી અને તેજ પવનોની ચેતવણી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

heavy rain weather news rain news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ