બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અયોધ્યા રામ મંદિર કેસમાં નવો વળાંક, દાન ચોરીના 81 લાખ કઈ રીતે પાછા મળ્યા? ચંપત રાયના પત્રથી થયો મોટો ખુલાસો
Last Updated: 08:07 PM, 30 July 2026
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાના સંયુક્ત રાજીનામાએ અયોધ્યા રામ મંદિરના દાનપાત્રમાંથી થયેલી લાખો રૂપિયાની ચોરીનું સત્ય બહાર લાવ્યું છે. ટ્રસ્ટના અધ્યક્ષ અને કોષાધ્યક્ષને લખેલા પત્રમાં સ્વીકારવામાં આવ્યું છે કે દાનપાત્રમાંથી ચોરાયેલી ₹81 લાખની રકમ પરત મેળવી લેવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
પત્રમાં જણાવ્યા મુજબ, દાનપાત્રના ચઢાવાની ગણતરી દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોએ ₹81 લાખની ચોરી કરી હતી. 5 જૂને CCTV ફૂટેજ તપાસતા શંકાસ્પદોની પ્રવૃત્તિઓ કેમેરામાં કેદ થઈ હતી. 5 થી 8 જૂન વચ્ચે તરત જ પોલીસમાં એફઆઈઆર (FIR) નોંધાવવાને બદલે ટ્રસ્ટે શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. આરોપી યુવકો અને તેમના પરિવારે ચોરીની કબૂલાત કરીને ₹81 લાખ રોકડા ટ્રસ્ટમાં જમા કરાવ્યા હતા અને લેખિત સ્વીકૃતિ આપી હતી.

ADVERTISEMENT
જ્યારે આ મામલો મીડિયામાં આવ્યો, ત્યારે પારદર્શક તપાસ માટે ઉત્તર પ્રદેશ સરકારને SIT ની રચના કરવા વિનંતી કરવામાં આવી હતી. શ્રદ્ધાળુઓની આસ્થા અને ટ્રસ્ટની શાખ જાળવી રાખવાના હેતુથી બંને હોદ્દેદારોએ રાજીનામું આપી દીધું હતું, જે 6 જુલાઈની બેઠકમાં સ્વીકારવામાં આવ્યું હતું. બીજી તરફ, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ યુપી સરકારે SIT ની પુનઃરચના કરી છે. મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતા વાળી ખંડપીઠના 13 જુલાઈના આદેશ હેઠળ નવી તપાસ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં લખનઉ રેન્જના IG કિરણ એસ. ને તપાસ ટીમના વડા બનાવવામાં આવ્યા છે, જ્યારે અયોધ્યાના DIG સોમેન વર્મા અને SSP ડૉ. ગૌરવ ગ્રોવર સભ્ય તરીકે સામેલ છે. સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે તપાસમાં હજુ સુધી માત્ર નાના કર્મચારીઓ પર જ ગાજ પડી છે, જ્યારે મોટા અધિકારીઓની ગહન પૂછપરછ બાકી છે.
ADVERTISEMENT
બનાવ બાદ રામ મંદિર ટ્રસ્ટનું નવા સિરેથી પુનર્ગઠન કરવામાં આવી રહ્યું છે:
ADVERTISEMENT
નવા સચિવ: જગદીશ આફલેને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે નીમવામાં આવ્યા છે. ટ્રસ્ટ અને ભારતીય સ્ટેટ બેંક (SBI) ના ખાતાના સંચાલન માટે તેમને સત્તાવાર સાઇનિંગ ઓથોરિટી સોંપાઈ છે. જગદીશ આફલે IIT મુંબઈથી B.Tech/M.Tech થયેલા છે અને બાળપણથી જ RSS સાથે જોડાયેલા છે. અમેરિકા અને યુરોપની બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કર્યા પછી તેઓ કોઈ પણ ફી લીધા વિના રામ મંદિરના પ્રોજેક્ટ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે.
ADVERTISEMENT
CEO પદ માટે સ્ક્રીનિંગ: ટ્રસ્ટમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ના પદ માટે 5,200 અરજીઓ મળી છે. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલીની અધ્યક્ષતાવાળી કમિટી આ અરજીઓની ચકાસણી કરી રહી છે. સચિવ, પ્રવક્તા અને પ્રથમ CEO ના નામની સત્તાવાર જાહેરાત 2 સપ્ટેમ્બરના રોજ મળનારી ટ્રસ્ટની બેઠકમાં કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.