બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, SMC હાઈ એલર્ટ પર

ગુજરાત / સુરતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, SMC હાઈ એલર્ટ પર

Published By: Nidhi Panchal

Last Updated: 07:15 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે. ઓરેન્જ અને રેડ એલર્ટ વચ્ચે નીચાણવાળા વિસ્તારો, ડી-વોટરિંગ અને બચાવ કામગીરી માટે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે

સુરતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આજે ઓરેન્જ એલર્ટ અને 31 જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકા કમિશ્નર એમ. નાગરાજને પત્રકાર પરિષદ યોજી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારે વરસાદ, તેજ પવન અને સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

surat rain

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે એટલે કે 31 જુલાઈના રોજ રેડ એલર્ટ રહેશે. આ આગાહીને ધ્યાનમાં રાખીને શહેરમાં તકેદારી અને સાવચેતીના તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. પાલિકા દ્વારા વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને દરેક વિભાગને ઝડપી કામગીરી માટે સૂચના આપવામાં આવી છે.

શહેરમાંથી 155 જોખમી હોર્ડિંગ્સ દૂર

પાલિકા કમિશ્નરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં શહેરમાંથી 155 જોખમી હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત 102 જેટલા જોખમી વૃક્ષો હટાવવામાં આવ્યા છે જેથી ભારે પવન દરમિયાન કોઈ અકસ્માત ન સર્જાય. આ ઉપરાંત 100થી વધુ જોખમી વીજપોલ પણ દૂર કરવામાં આવ્યા છે, જેથી વીજ પુરવઠા અને જાહેર સલામતી પર કોઈ અસર ન થાય.

સિસ્ટમ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું

બંગાળની ખાડીમાં સક્રિય ડીપ ડિપ્રેશન સિસ્ટમ પર સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદની તીવ્રતા વધે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવા માટે વિશેષ ટીમો તૈયાર રાખવામાં આવી છે. આ કામગીરી માટે જરૂરી તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું પાલિકા કમિશ્નરે જણાવ્યું હતું.

Surat rain

સુરતમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે NDRF અને SDRFની ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. સાથે જ સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ સાથે સુરત મહાનગરપાલિકાનું સતત સંકલન ચાલી રહ્યું છે. જેથી કોઈપણ પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી શકાય.

વરસાદ સાથે પવન પણ વધુ તીવ્રતાથી ફૂંકાઈ

કમિશ્નરે જણાવ્યું કે ભારે વરસાદ સાથે પવન પણ વધુ તીવ્રતાથી ફૂંકાઈ શકે છે. તેથી તમામ વિભાગોને પહેલેથી જ તૈયાર રાખવામાં આવ્યા છે. વરસાદની સ્થિતિ સર્જાય તો રાહત કામગીરી માટે પાલિકા સંપૂર્ણ સજ્જ છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને જરૂર પડે ત્યારે તરત જ કામગીરી શરૂ કરવામાં આવશે.

તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું

દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે જેથી જરૂરી ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓમાં કોઈ અડચણ ન આવે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી બે દિવસ સૌથી મહત્વપૂર્ણ હોવાનું તંત્ર માની રહ્યું છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ રેડ એલર્ટને કારણે તમામ વિભાગોને વિશેષ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.

વીજપોલ ખસેડવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી

પાલિકા કમિશ્નર એમ. નાગરાજને જણાવ્યું કે વરસાદની માત્રા કેટલી રહેશે તેના આધારે આગળની કામગીરી નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે માનસિક રીતે પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તૈયાર રહેવાની જરૂર છે. વીજપોલ ખસેડવાની તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. શહેરમાં પાણી ભરાય તો તેને ઝડપથી દૂર કરવા માટે વધારાના ડી-વોટરિંગ પંપ મંગાવવામાં આવ્યા છે, તેમજ જરૂર પડે તો વધુ પંપ મંગાવવાની પણ તૈયારી રાખવામાં આવી છે. આ ઉપરાંત વધારાના JCB મશીનો પણ તૈયાર રાખવાની યોજના બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : ભારે વરસાદનું એલર્ટ! અમદાવાદ-વડોદરામાં શાળાઓમાં રજા, ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક

પાલિકા દ્વારા વરસાદ દરમિયાન લોકોને આવશ્યક ચીજવસ્તુઓ અને જરૂરી સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર સુરત શહેરમાં વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે SMC, NDRF, SDRF અને રાજ્યના વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન રાખવામાં આવી રહ્યું છે, જેથી કોઈપણ પરિસ્થિતિમાં લોકોને ઝડપી રાહત અને સુરક્ષા મળી રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SMC Red Alert Surat Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ