બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભારે વરસાદનું એલર્ટ! અમદાવાદ-વડોદરામાં શાળાઓમાં રજા, ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક
Last Updated: 04:23 PM, 30 July 2026
ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા નવસારી, અમદાવાદ અને વડોદરા જિલ્લામાં આવતીકાલે શાળાઓ, કોલેજો, ITI અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે જ સમગ્ર રાજ્યમાં વહીવટી તંત્રને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નવસારી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા તંત્ર સંપૂર્ણ એલર્ટ પર આવી ગયું છે. જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા તમામ શાળા અને કોલેજોને પત્ર લખીને રજા જાહેર કરવાની જાણ કરવામાં આવી છે. જિલ્લાના તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરાંત ITI તેમજ આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓને બપોરે 2 વાગ્યા પછી રજા આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT
અમદાવાદ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના આદેશ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે અને કોઈ જોખમ ઊભું ન થાય તે માટે વહીવટી તંત્રે સમયસર આ પગલું ભર્યું છે.
ADVERTISEMENT
બીજી તરફ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારે વરસાદથી પ્રભાવિત થઈ શકે એવા જિલ્લાઓના કલેક્ટર્સ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન તમામ જિલ્લા વહીવટીતંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.

ADVERTISEMENT
રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના અધિકારી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે જેથી કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કામગીરી કરી શકાય. તેમણે જણાવ્યું કે જરૂરિયાત મુજબ લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત જોખમી હોર્ડિંગ્સ અને વરસાદના કારણે પડી શકે તેવા જોખમી વૃક્ષોને દૂર કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. ગૌરાંગ મકવાણાએ વધુમાં જણાવ્યું કે જિલ્લાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કલેક્ટરોને જરૂર જણાય ત્યાં શાળાઓમાં રજા જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે.
ADVERTISEMENT
વડોદરા જિલ્લામાં પણ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીના આધારે આવતીકાલે એટલે કે 31 જુલાઈના રોજ સમગ્ર વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય શહેરી વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં લાગુ રહેશે. આંગણવાડીથી લઈને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. ઉપરાંત ITI અને કોલેજોમાં પણ આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્રે તમામ સંસ્થાઓને આદેશનું કડક પાલન કરવા અને વિદ્યાર્થીઓની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવા સૂચના આપી છે.
આ પણ વાંચો : HSRP નંબર પ્લેટમાં સસ્તા રિવેટ્સ નહીં ચાલે! RTOએ જાહેર કરી નવી ગાઈડલાઈન
રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની સંભાવના વચ્ચે સરકાર, જિલ્લા તંત્ર અને વિવિધ વિભાગો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. લોકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા, સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અને વરસાદી પરિસ્થિતિ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.