બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સંસદમાં ઘમાસાન: રાજ્યસભામાં મનુસ્મૃતિ અને RSS ના સિલેબસ પર ખડગે અને નડ્ડા વચ્ચે તીખી બોલાચાલી
Last Updated: 05:17 PM, 30 July 2026
સંસદનું ચોમાસું સત્ર વિવાદોથી ભરેલું રહ્યું છે, જ્યાં NEET પેપર લીક અને શૈક્ષણિક અભ્યાસક્રમને લઈને તીખી બહેસ જોવા મળી રહી છે. ગુરુવારે રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના એક નિવેદનને કારણે ભારે ધમાલ મચી ગઈ હતી.
ADVERTISEMENT
#WATCH | Heavy sloganeering in Rajya Sabha as Leader of Opposition Mallikarjun Kharge delivers his speech.
— ANI (@ANI) July 30, 2026
Opposition MPs demand action against Union Minister Giriraj Singh and ask him to apologise over his remarks.
(Source: Sansad TV) pic.twitter.com/02U6HDVJhQ
ADVERTISEMENT
અભ્યાસક્રમમાં ફેરફાર અને તેની સામગ્રી પર સવાલ ઉઠાવતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આક્ષેપ કર્યો હતો કે, બદલાયેલા સિલેબસમાં એવું પણ આવી રહ્યું છે કે શૂદ્ર જો વેદ પાઠ સાંભળે તો તેના કાનમાં સીસું અને જસત ભરી દેવું જોઈએ, અને વેદ મંત્રોનો ઉચ્ચાર કરે તો તેની જીભ કાપી નાખવી જોઈએ. આ આરએસએસનો સિલેબસ છે. હું આવા વિચારોની નિંદા કરું છું અને આ સામગ્રીને સિલેબસમાંથી હટાવવી જોઈએ. ખડગેના આ નિવેદન બાદ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો અને માફી માંગવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.
#WATCH | In Rajya Sabha, Congress President Mallikarjun Kharge says, "... Due to paper leak, how many innocent people were harmed and how many people were beaten, how many parents are troubled, how many women and children are troubled. You have just changed the figures in the… pic.twitter.com/KZbLCndg9e
— ANI (@ANI) July 30, 2026
ADVERTISEMENT
સદનના નેતા જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, વિપક્ષના નેતાએ જે કહ્યું છે તે તથ્યોથી અલગ છે. તેમણે ખડગેને મનુસ્મૃતિનું ઓરિજિનલ ટેક્સ્ટ પ્રમાણિત (Authenticate) કરવા પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે બ્રિટિશ કાળ પહેલાનું મૂળ લખાણ લાવવું જોઈએ. આવા અપ્રમાણિત નિવેદનોથી અશાંતિ ફેલાય છે. ત્યારબાદ સભાપતિએ ખડગેના નિવેદનને રાજ્યસભાના રેકોર્ડમાંથી એક્સપંજ કરવાની જાહેરાત કરી હતી. ચર્ચામાં ભાગ લેતા ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કલકત્તા હાઈકોર્ટના પૂર્વ જજ વિલિયમ જોન્સ (જેમણે 1790 માં મનુસ્મૃતિનો અનુવાદ કર્યો હતો) અને બાબા સાહેબ ડૉ. આંબેડકરના પુસ્તકો 'હૂ વર શૂદ્ર' (Who Were the Shudras?) અને 'ધ અનટચેબલ્સ' (The Untouchables) નો સંદર્ભ આપ્યો હતો. તેમણે કહ્યું કે બાબા સાહેબે લખ્યું છે કે મનુના કાળમાં કોઈ છૂતાછૂત ન હતી. જહાંગીરનામા અને તુજુક-એ-બાબરી જેવા ઐતિહાસિક પુસ્તકોમાં પણ આવા કોઈ નિયમોનો ઉલ્લેખ નથી.
ADVERTISEMENT
#WATCH | Delhi | BJP MP Sudhanshu Trivedi says, "The kind of politics the Samajwadi Party is attempting to play regarding the issue of the Shri Ram Janmabhoomi in Ayodhya is highly condemnable. It is very clear that the government is handling this matter with the utmost… pic.twitter.com/BzZsnUPgS4
— ANI (@ANI) July 30, 2026
સામે પક્ષે કૉંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ એક પુસ્તક દર્શાવીને કહ્યું હતું કે આ પુસ્તક વર્તમાન સરકારના કાર્યકાળમાં જ છપાયું છે અને તેના પર કોઈ પ્રતિબંધ નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોતાના સંબોધનમાં મલ્લિકાર્જુન ખડગેએ પેપર લીકના મુદ્દે સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં 152 પરીક્ષાઓના પેપર લીક થયા છે, પરંતુ એક પણ દોષિતને સજા થઈ નથી. તેમણે ઉમેર્યું કે શિક્ષણ બજેટમાં 6% ભાગીદારી હોવી જોઈએ, પરંતુ વર્તમાનમાં તે 3% થી પણ ઓછી છે. યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પર આરએસએસ સાથે જોડાયેલા લોકોનો કબ્જો કરાવવામાં આવી રહ્યો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.