બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભર બપોરે ધડાધડ થાળીઓના અવાજથી રાજકોટવાસીઓ ચોંક્યાં, જાણો મહિલાઓએ આ શું કર્યું?

ગુજરાત / ભર બપોરે ધડાધડ થાળીઓના અવાજથી રાજકોટવાસીઓ ચોંક્યાં, જાણો મહિલાઓએ આ શું કર્યું?

Published By: Hiralal Parmar

Last Updated: 06:15 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં હજુ પણ છેવાડાના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે સ્થાનિકો એકઠા કર્યા હતા અને થાળી વગાડીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરીને પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો.

રાજકોટમાં મહિલાઓએ રણે ચડી છે. કોઠારીયા વિસ્તારમાં આવેલા ઋષિકેશ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી તો રસ્તા ઉપર મેટલ અને કાચું કામ કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી પાકો રસ્તો બનાવવામાં આવ્યો નથી. જેના કારણે આજે વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકઠી થઈ હતી અને થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો.

મહિલાઓએ શું કહ્યું

આ અંગે મહિલાઓએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમે આ વિસ્તારમાં રહીએ છીએ બે વર્ષ પહેલાં અહીંયા મેટલિંગ કામ તો કરવામાં આવ્યું હતું પણ ડામર રોડ બનાવવામાં આવ્યો નથી. રોડ બનાવવામાં આવતો નથી જેના કારણે અમારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે એક સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા જ મારૂ બાળક આ રસ્તા ઉપર પડી ગયું હતું. જેના કારણે તેને પગમાં ફેક્ચર આવ્યું છે. જોકે અમે કોર્પોરેટરને રજૂઆત કરી તો તે એમ કહે છે કે યુદ્ધના કારણે ડામર મળી રહ્યો નથી. ચૂંટણી આવે ત્યારે નેતાઓ આવે છે પરંતુ ત્યારબાદ આવતા નથી. અમારી એક જ માંગ છે કે તાત્કાલિક અહીંયા રોડ રસ્તા બનાવી દેવામાં આવે.

ભાજપના કોર્પોરેટર સંજય સિંહ રાણાએ શું કહ્યું

બીજી તરફ આ વિસ્તારના ભાજપના કોર્પોરેટર સંજય સિંહ રાણાએ જણાવ્યું હતું કે અહીંયા પાણી ભરાવાની સમસ્યા સ્થાનિક લોકોના કારણે જ થઈ રહી છે. તારીખો પોતાના ઘર પાસે માટી પાથરીને મોટા ઓટલા બનાવી નાખે છે જેના કારણે આસપાસના વિસ્તારમાં આ પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. જોકે કોર્પોરેટરે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરીયા હોય તેવું જવાબ આપ્યો હતો અને પાણી ભરવાની સમસ્યાનું કારણ સ્થાનિકો જ હોય તેમની ઉપર દોષનો ટોપલો ઢોળ્યો હતો.

આ પણ વાંચોઃ આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

કોઠારીયા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોઠારીયા વિસ્તાર થોડા વર્ષો પહેલા જ કોર્પોરેશનમાં ભડ્યો છે. જેના કારણે કોઠારીયા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. એવામાં સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમે વેરા બિલ પાણી વેરો આ તમામ વસ્તુ ભરીએ છીએ તેમ છતાં કોર્પોરેશન દ્વારા અમને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી નથી. ત્યારે હવે સ્થાનિકોની સમસ્યા કોણ સાંભળશે તે જોવું રહ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat news Rajkot rain Rajkot news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ