બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત યુનિવર્સિટીમાં ₹10.93 કરોડના નુકસાનનો દાવો! પૂર્વ VC સામે તપાસની માંગ ઉગ્ર

વિવાદ / ગુજરાત યુનિવર્સિટીમાં ₹10.93 કરોડના નુકસાનનો દાવો! પૂર્વ VC સામે તપાસની માંગ ઉગ્ર

Published By: Nidhi Panchal

Last Updated: 06:49 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવી છે. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને તપાસ કમિટીની રચનાના નિર્ણયને આવકાર્યો છે.

ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં આવી છે. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ ગંભીર આક્ષેપો કરતા અનેક મુદ્દાઓ જાહેર કર્યા છે. ABVPના દાવા મુજબ પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન નિમણૂકોમાં નિયમોનું ઉલ્લંઘન થયું હતું, જેના કારણે યુનિવર્સિટીને આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે તપાસ કમિટીની રચનાના નિર્ણયને ABVPએ આવકાર આપ્યો છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

GU

ABVPનો આક્ષેપ છે કે પૂર્વ કુલપતિના કાર્યકાળ દરમિયાન નિમણૂકોમાં જરૂરી નિયમો અને પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. સંગઠનના જણાવ્યા મુજબ કેટલાક નિર્ણયો નિયમોની વિરુદ્ધ લેવામાં આવ્યા હતા, જેના કારણે વહીવટી પારદર્શિતા પર સવાલો ઉભા થયા છે. સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે.

બે અલગ-અલગ વિભાગોનો ચાર્જ સોંપવામાં આવ્યો

સંગઠને વધુમાં દાવો કર્યો છે કે એક જ વ્યક્તિને બે અલગ-અલગ વિભાગોનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો અને તે બદલ બે અલગ-અલગ પગાર પણ ચૂકવવામાં આવ્યા હતા. ABVPના જણાવ્યા મુજબ આ પ્રકારની વ્યવસ્થા નિયમો વિરુદ્ધ છે અને તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ.

પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું બેંક એકાઉન્ટ

ABVPએ એવો પણ આરોપ લગાવ્યો છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાનું બેંક એકાઉન્ટ હજુ પણ યુનિવર્સિટીના કેટલાક વિભાગો સાથે લિંક હોવાનું સામે આવ્યું છે. સંગઠનના જણાવ્યા મુજબ આ બાબત પણ ગંભીર છે અને તેની તપાસ કરીને યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવવી જોઈએ.

ABVPના દાવા

આ ઉપરાંત પૂર્વ કુલપતિ પર પોતાના માનીતા કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ABVPના દાવા મુજબ કેટલાક કર્મચારીઓના પગાર એટલા વધારવામાં આવ્યા કે તેમનો પગાર રાજ્યના મુખ્યમંત્રીના પગાર કરતાં પણ વધુ થઈ ગયો હતો. સંગઠને આ મુદ્દે સંપૂર્ણ વિગતો જાહેર કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

"વ્હાલા દવલાની નીતિ"

ABVPએ વધુમાં આરોપ લગાવ્યો છે કે "વ્હાલા દવલાની નીતિ"ના કારણે ગુજરાત યુનિવર્સિટીને અંદાજે 10.93 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સંગઠનનું કહેવું છે કે આ સમગ્ર મામલાની નાણાકીય તપાસ થવી જરૂરી છે જેથી નુકસાન માટે જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય પગલાં લઈ શકાય.

તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય

પૂર્વ કુલપતિ સામે તપાસ કમિટીની રચના કરવાનો નિર્ણય લેવાયો છે, જેને ABVPએ આવકાર્યો છે. સંગઠનનું માનવું છે કે તપાસ નિષ્પક્ષ અને પારદર્શક રીતે થવી જોઈએ જેથી સમગ્ર હકીકત સામે આવી શકે અને જો કોઈ અનિયમિતતા થઈ હોય તો તેના માટે જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે.

આ પણ વાંચો : ભારે વરસાદનું એલર્ટ! અમદાવાદ-વડોદરામાં શાળાઓમાં રજા, ગાંધીનગરમાં હાઈલેવલ બેઠક

ABVPએ અંતમાં એવી પણ માંગ કરી છે કે જો તપાસમાં ખોટી રીતે નાણાં ચૂકવવામાં આવ્યા હોવાનું સાબિત થાય તો તે તમામ રૂપિયા સંબંધિત વ્યક્તિઓ પાસેથી પરત વસૂલવામાં આવે. સંગઠનના જણાવ્યા મુજબ યુનિવર્સિટીના નાણાં જાહેર સંપત્તિ છે અને તેનો ઉપયોગ નિયમો અનુસાર જ થવો જોઈએ. સમગ્ર મામલે હવે તપાસ કમિટીના અહેવાલ અને ત્યારબાદ લેવામાં આવનારા નિર્ણયો પર સૌની નજર રહેશે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat University, Neerja Gupta ABVP

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ