બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VIDEO : બસ ડ્રાઈવરના ઘેરથી થેલે થેલા ભરીને રૂપિયા નીકળ્યાં, ગણતાં ગણતાં તો મશીનોએ તોડ્યો દમ
Last Updated: 07:05 PM, 30 July 2026
બંગાળના એક ડ્રાઈવરે એટલા બધા પૈસા ભેગા કરી નાખ્યાં કે મશીનો પણ ગણતાં ગણતાં બંધ પડી ગયા હતા. આ ડ્રાઈવરે તો કૂબેરનો પણ રેકોર્ડ તોડી નાખ્યો.પશ્ચિમ બંગાળના બીરભૂમમાં મીનાર મંડલના ઘરમાંથી ઓછામાં ઓછા 28 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ બસ ડ્રાઈવરના ઘેરથી મળી આવેલા પૈસા ગણવા માટે પોલીસે 5 મશીનો મંગાવ્યા હતા જે પણ ગણતાં ગણતાં બંધ પડી ગયા હતા.
ADVERTISEMENT
15 કિલો સોનું પણ જપ્ત
આ જપ્તીમાં 15 કિલો સોનું શામેલ છે, જેની બજાર કિંમત લગભગ 21 કરોડ રૂપિયા છે.રોકડ રકમની રિકવરી બાદ મીનાર મંડલની ધરપકડ કરવામાં આવી છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે રોકડનો ઢગલો અને સોનું તુલુ મંડલ અને તેના કથિત "ગેરકાયદેસર સિન્ડિકેટ"નું છે.
ADVERTISEMENT
આખી રાત પોલીસે પૈસા ગણતી રહી
બુધવારે રાત્રે દરોડા શરૂ થયા હતા અને પોલીસે શરૂઆતમાં 5.5 કરોડ રૂપિયાથી વધુ રોકડા ગણ્યા હતા. સવાર સુધીમાં રોકડાનો ઢગલો 28 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે મીનાર મંડલ પથ્થરના વેપાર સાથે પણ સંકળાયેલો છે અને તુલુ મંડલની માલિકીની પથ્થરની ખાણો અને ક્રશિંગ યુનિટ સાથે તેના સંબંધો છે.
ADVERTISEMENT
Commendable job by our Law Enforcement personnel for the crackdown on Sand Mafia.
— Suvendu Adhikari (@SuvenduWB) July 29, 2026
Following a precise operation based on source based information, Birbhum Police conducted a major raid under Mohammad Bazar PS targeting the hideout of illegal sand mafia Tullu Mondal alias Mohd… pic.twitter.com/Ln4XJCWKKY
શું બોલ્યાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી
ADVERTISEMENT
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે તેમની સરકારનું અભિયાન "ઝીરો-ટોલરન્સ નીતિ" સાથે ચાલુ રહેશે.
આ પણ વાંચોઃ આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
ADVERTISEMENT
કોણ છે આરોપી
સૂત્રોએ જણાવ્યું હતું કે મિનાર રાજ્ય પરિવહન વિભાગનો ભૂતપૂર્વ કર્મચારી હતો અને પથ્થરના વ્યવસાયમાં પ્રવેશતા પહેલા બસ ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. તેણે આટલી મોટી રકમ કેવી રીતે એકઠી કરી તે હજુ સ્પષ્ટ નથી અને તેની આવકના સ્ત્રોતોની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.