બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં, NDRF-SDRF સાથે સંકલન, સ્થાનિક પોલીસ પણ મેદાનમાં

ગુજરાત / ભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં, NDRF-SDRF સાથે સંકલન, સ્થાનિક પોલીસ પણ મેદાનમાં

Published By: Kalpesh Kandoria

Last Updated: 06:55 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે ગુજરાત પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

અમદાવાદ: રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. નાગરિકોના જાનમાલની સુરક્ષા અને અસરકારક આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યભરમાં વ્યાપક પૂર્વતૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકના અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય વિડિયો કોન્ફરન્સમાં તમામ શહેર, જિલ્લા અને રેન્જ પોલીસ વડાઓને સતર્ક રહેવા તેમજ તાત્કાલિક કામગીરી માટે તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

NDRF-SDRF સાથે સંકલન, સ્થાનિક પોલીસ પણ મેદાનમાં

ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમો સાથે સંકલન સાધવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસને પણ રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય રીતે જોડવામાં આવી છે. પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો તેનો ઝડપી સામનો કરી શકાય તે માટે બોટ સહિતના જરૂરી બચાવ સાધનો અને યાંત્રિક ઉપકરણો તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે.

નીચાણવાળા વિસ્તારો માટે સંયુક્ત ઇવેક્યુએશન પ્લાન

રાજ્યના સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકો તેમજ પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તથા વીજ કંપનીઓ સાથે મળીને સંયુક્ત 'ઇવેક્યુએશન પ્લાન' તૈયાર કરવામાં આવ્યો છે. જરૂર પડ્યે તાત્કાલિક સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવશે.

હાઇવે પર ટ્રાફિક નિયમન માટે ખાસ વ્યવસ્થા

ભારે વરસાદ દરમિયાન વાહનવ્યવહાર ખોરવાય નહીં તે માટે રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રસ્તા પર બંધ પડી ગયેલા વાહનોને તાત્કાલિક ખસેડવા માટે ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ જરૂરિયાત મુજબ વૈકલ્પિક માર્ગો પણ તૈયાર રાખવામાં આવ્યા છે જેથી ટ્રાફિક વ્યવસ્થિત રહી શકે.

જનજાગૃતિ પર ખાસ ભાર

ગુજરાત પોલીસ દ્વારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સોશિયલ મીડિયા અને સ્થાનિક નેટવર્ક મારફતે સતત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. નાગરિકોને જર્જરિત મકાનો, વીજળીના થાંભલા, નદી-નાળા અને પાણી ભરાયેલા વિસ્તારો નજીક ન જવા અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- ચોમાસાની 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં તંત્ર 'હાઇ એલર્ટ' પર: 31 જુલાઈએ 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ

રાહત કેન્દ્રોમાં તમામ જરૂરી સુવિધા

સ્થળાંતરિત નાગરિકો માટે બનાવવામાં આવેલા રાહત કેન્દ્રોમાં ખોરાક, શુદ્ધ પીવાનું પાણી, વીજળી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે સુરક્ષિત આશ્રયની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

24 કલાક સક્રિય રહેશે કંટ્રોલ રૂમ

સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે તમામ જિલ્લાઓમાં 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ તમામ કંટ્રોલ રૂમ ગાંધીનગર સ્થિત સ્ટેટ કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેશે. ઉપરાંત વિકટ પરિસ્થિતિમાં પણ સંદેશાવ્યવહાર જળવાઈ રહે તે માટે VHF, HF અને ROIP જેવી સંચાર વ્યવસ્થાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તમામ દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ઉપરાંત હોમગાર્ડ્સ, GRD, TRB અને ફાયર સર્વિસના જવાનોને અગાઉથી જ તૈનાત કરવામાં આવ્યા છે. આગામી 24થી 48 કલાક દરમિયાન તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અત્યંત સતર્ક રહી માનવજીવન અને પશુધનની સુરક્ષા માટે ઝડપી તથા નિવારક પગલાં લેવાના આદેશ આપવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DGP Gyanendra Singh Malik Gujarat Traffic Advisory Gujarat Rain Alert

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ