બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / શું 9 વર્ષ બાદ દયાબેનની થશે વાપસી? જેઠાલાલના નિવેદનથી ચાહકોમાં વધી ઉત્સુકતા

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / શું 9 વર્ષ બાદ દયાબેનની થશે વાપસી? જેઠાલાલના નિવેદનથી ચાહકોમાં વધી ઉત્સુકતા

Last Updated: 11:08 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટીવીના સૌથી લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ સફળતાપૂર્વક 18 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગે આયોજિત સક્સેસ પાર્ટીમાં 'જેઠાલાલ' ઉર્ફે દિલીપ જોશીએ શોમાં 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણીના કમબેક અંગે વાત કરી હતી.

1/5

photoStories-logo

1. શું 9 વર્ષ બાદ દયાબેનની થશે વાપસી? જેઠાલાલના નિવેદનથી ચાહકોમાં વધી ઉત્સુકતા

ટીવીના સુપરહિત અને આઇકોનિક શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એ પોતાના પ્રસારણના 18 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે. આ ખાસ અને યાદગાર ક્ષણને ઉજવવા માટે એક ભવ્ય સક્સેસ પાર્ટી રાખવામાં આવી હતી, જેમાં શોની સંપૂર્ણ સ્ટારકાસ્ટ સામેલ થઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન દિલીપ જોશીએ શોમાં 'દયાબેન' ઉર્ફે દિશા વાકાણીની વાપસી પર મહત્વપૂર્ણ મંતવ્ય રજૂ કર્યું હતું. આ સાથે જ, 'પોપટલાલ'નું પાત્ર ભજવતા શ્યામ પાઠક પણ સ્ટેજ પર ભાવુક થતા જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શું 9 વર્ષ પછી 'દયાબેન' પાછા ફરશે?

દિશા વાકાણીએ પોતાના કરિયરના પીક પર વર્ષ 2017 માં મેટરનિટી લીવ પર ગયા બાદ આ શો છોડ્યો હતો. ત્યારબાદ ઘર-પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત થઈ જવાના કારણે તેમણે ફરીથી શોમાં એન્ટ્રી કરી ન હતી. આજ સુધી એટલે કે 9 વર્ષ પછી પણ દર્શકો શોમાં દયાબેનની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સક્સેસ પાર્ટી દરમિયાન મીડિયા સાથે વાત કરતા 'જેઠાલાલ' ઉર્ફે દિલીપ જોશીએ જણાવ્યું હતું કે, લગભગ 10 વર્ષ સુધી દિશાજી આ શો સાથે જોડાયેલા રહ્યા હતા. લોકો જાણે જ છે કે અમે બંનેએ સાથે મળીને કેટલા શાનદાર સીન્સ કર્યા છે. અમારી જે કેમિસ્ટ્રી હતી અને જે ઘરના સીન્સ હતા, તેને અમે ખૂબ મિસ કરીએ છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. કોઈ ચમત્કાર થાય અને તેઓ શોમાં પાછા આવી જાય

દિલીપ જોશીએ વધુમાં ઉમેર્યું કે, તાજેતરમાં અસિત ભાઈ પણ મને કહી રહ્યા હતા કે તેઓ ઘરના એ સીન્સ મિસ કરી રહ્યા છે. તેમના મગજમાં એવા સીન્સ છે, પરંતુ તેઓ સ્ક્રીપ્ટમાં લાવી શકતા નથી. દિશાજીએ જે સ્તરનું કામ કર્યું છે, તેને હું તો મિસ કરું જ છું. હવે હું આશા રાખું છું કે કોઈ ચમત્કાર થાય અને તેઓ શોમાં પાછા આવી જાય."

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સ્ટેજ પર શા માટે રડી પડ્યા 'પોપટલાલ'?

શોના 18 વર્ષ પૂરા થવાની ખુશીમાં આયોજિત આ કાર્યક્રમમાં 'પોપટલાલ'નું પાત્ર ભજવતા શ્યામ પાઠક અત્યંત ઇમોશનલ થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી ગયા હતા. શ્યામ પાઠકની પ્રશંસા કરતા શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ કહ્યું હતું કે, "તેમણે દવાઓ લઈ-લઈને પણ શોનું શૂટિંગ કર્યું છે. તેઓ ઓછું બોલે છે, પરંતુ મારા દિલમાં તેમના માટે ખૂબ જ માન અને ઈજ્જત છે."

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. છેલ્લા 18 વર્ષથી ટીવી સ્ક્રીન પર રાજ

નોંધનીય છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છેલ્લા 18 વર્ષથી ટીવી સ્ક્રીન પર રાજ કરી રહ્યો છે અને તેણે અનેક કલાકારોને સ્ટાર બનાવ્યા છે. શોના દરેક પાત્રને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળતો રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC TaarakMehtaKaOoltahChashmah Dayaben
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ