બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 4 સિસ્ટમ સક્રિય થતા 30મીથી વરસાદનું જોર વધશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
8 ફોટો ગેલેરી
Last Updated: 11:42 PM, 29 July 2026
1/8
ગુજરાતમાં હાલ થોડા વિરામ બાદ મેઘરાજા ફરી એકવાર આક્રમક બેટિંગ કરવા માટે સજ્જ થઈ ગયા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના પૂર્વાનુમાન અનુસાર, રાજ્યમાં આગામી 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી સંભાવના છે. ખાસ કરીને 31 જુલાઈના રોજ અમદાવાદ સહિતના અનેક જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
2/8
30 જુલાઈથી વરસાદનું જોર વધશે. છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ઉપરાંત ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ અને બાકીના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.
3/8
4/8
5/8
6/8
7/8
ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ મેઘ મહેર યથાવત રહેશે. 1 ઓગસ્ટે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ, પાટણ, મહેસાણા અને વાવ-થરાદ પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું જોર જોવા મળશે.
8/8
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 થી 4 ઓગસ્ટ 2026 દરમિયાન વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે. આ દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ તેમજ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિભિન્ન જિલ્લાઓમાં માત્ર છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. તંત્ર દ્વારા નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અપીલ કરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ