બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / E20 પેટ્રોલથી વાહનોમાં વધી રહી છે ખામીઓ? રાજકોટના ગેરેજ સંચાલકનો મોટો દાવો

VIDEO / E20 પેટ્રોલથી વાહનોમાં વધી રહી છે ખામીઓ? રાજકોટના ગેરેજ સંચાલકનો મોટો દાવો

Published By: Vishal Khamar

Last Updated: 11:20 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈથેનોલ યુક્ત ઈ20 પેટ્રોલ મામલે રાજકોટના ગેરેજ સંચાલકે નિવેદન આપ્યું છે. ગેરેજ સંચાલકે જણાવ્યું હતું કે, અમારા ગેરેજમાં ઢગલા બંધ ગાડીઓ રિપેરમાં આવે છે. ઈ20 પેટ્રોલ આવ્યા બાદ ગાડીઓમાં ઘણા પ્રોબ્લેમ આવે છે.

દેશમાં ઇથેનોલ મિશ્રિત E20 પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, પરંતુ રાજકોટના એક ગેરેજ સંચાલકે આ અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ, E20 પેટ્રોલના ઉપયોગ બાદ વાહનોમાં વિવિધ પ્રકારની ટેકનિકલ સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે.

ગેરેજ સંચાલકનો દાવો છે કે તેમના ગેરેજમાં દરરોજ મોટી સંખ્યામાં નવી અને જૂની ગાડીઓ રિપેરિંગ માટે આવી રહી છે. ખાસ કરીને E20 પેટ્રોલનો ઉપયોગ શરૂ થયા બાદ એન્જિન સંબંધિત ફરિયાદોમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું તેઓ કહે છે.

તેમના જણાવ્યા મુજબ, ઘણી નવી ગાડીઓમાં એન્જિનના પિસ્ટન ચોંટી જવા, એન્જિનની કામગીરી પર અસર થવી તેમજ અન્ય યાંત્રિક ખામીઓ જોવા મળી રહી છે. તેમણે આક્ષેપ કર્યો કે E20 પેટ્રોલના કારણે કેટલાક વાહનોના એન્જિનને ગંભીર નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે વાહનમાલિકોને ભારે ખર્ચનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચોઃ વાહન ચલાવનારા ચેતે, શહેરમાં 26 બ્લેક સ્પોટ્સ, દર 2 દિવસે 3 લોકોના અકસ્માતમાં થાય છે મોત

ગેરેજ સંચાલકે વધુમાં કહ્યું કે સરકાર અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી E20 પેટ્રોલના લાભોની વાત કરે છે, પરંતુ મેદાન પર વાહનોમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવી રહી હોવાનું તેમના અનુભવ પરથી જણાય છે. તેમના શબ્દોમાં, કેટલીક નવી ગાડીઓ પણ સમય પહેલાં જ ગંભીર રિપેરિંગની સ્થિતિમાં પહોંચી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E20 Fuel Issues Vehicle Engine Damage Ethanol Blended Petrol

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ