બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / વાહન ચલાવનારા ચેતે, શહેરમાં 26 બ્લેક સ્પોટ્સ, દર 2 દિવસે 3 લોકોના અકસ્માતમાં થાય છે મોત

અમદાવાદ / વાહન ચલાવનારા ચેતે, શહેરમાં 26 બ્લેક સ્પોટ્સ, દર 2 દિવસે 3 લોકોના અકસ્માતમાં થાય છે મોત

Published By: Vishal Khamar

Last Updated: 09:14 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલ અકસ્માતોના બનાવને લઈ પોલીસ દ્વારા શહેરના 26 જેટલાક રસ્તાઓને ડાર્ક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા આગામી સમયમાં અકસ્માતને અટકાવવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

અમદાવાદમાં દર 2 દિવસે 3 લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે ઉપરાંત રોજના બે શહેરીજનો ગંભીર અકસ્માતનો ભોગ બને છે. એટલે કે અમદાવાદ શહેરના માર્ગ શહેરીજનો માટે સુરક્ષીત નથી. શહેરના માર્ગોને મોતના માર્ગો કહીએ તો પણ નવાઈ નહી 26 જેટલા ડાર્ક સ્પોર્ટ તરીકે જાહેર થયા છે. જેથી અકસ્માત કેવી રીતે અટકાવવા તે પોલીસ માટે ગંભીર પ્રશ્ન બન્યો છે.

અમદાવાદમાં 26 જેટલા બ્લેક સ્પોટ કાર્યરત

આ બાબતે અમદાવાદ ટ્રાફિક ડીસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં જે અકસ્માત વધવાનું કે ફેટલ થવાનું કારણણ છે તે સામાન્ય રીતે ઈનવિઝીબીલીટી, ઓવર સ્પીડીગ કે કટ આવી જતો હોય તો આ બાબતે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે ચાલુ હોય છે. દરેક અકસ્માત કે દરેક ફેટલનું એનાલીસીસ કરવામાં એ પ્રમાણે રોડ઼ એન્જિનીયરીંગમાં સુધારા કરવામાં આવે છે. સર્કલ નાનું કરવું, કટ બંધ કરી દેવો, ડાયવર્ઝન આપવું, બમ્પ બનાવવો, આ બધા સુધારા જ્યાં જ્યાં જરૂરી હોય એ પ્રમાણે કામગીરી કરી બ્લેક સ્પોર્ટ મીનીમાઈઝ થાય એ પ્રમાણે પ્રયત્નો કરી રહ્યા છીએ. અમદાવાદ શહેરની વાત કરીએ તો પકવાન જંક્શન, પીરાણા, સીટીએમ, નરોડા પાટીયા, વાડજ સર્કલ આ બધા અલગ અલગ જે બ્લેક સ્પોટ છે એ 26 જેટલા હાલ અમદાવાદ શહેરમાં કાર્યરત છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં 4444 જેટલા ગંભીર અકસ્માતો અને 2502 જેટલા મૃત્યુ થયા છે. અમદાવાદને સુરક્ષિત અમદાવાદનુ બિરુદ આપવામાં આવ્યું છે. તે શહેરના શહેરી જનો માર્ગ અકસ્માતમાં સૌથી વધુ મૃત્યુ પામી રહ્યાં છે. એટલે કે, સુરક્ષિત શહેરના માર્ગો મોતના માર્ગો બન્યા છે. જોકે શહેર પોલીસ તેને હદ વિસ્તાર નો વધારો થયો હોવાનું જણાવી રહ્યું છે. પરંતુ અકસ્માતમાં મોતના આંકડા ઘણુ બધુ કહી જાય છે.. જેમાં 26 બ્લેક સ્પોર્ટ અકસ્માત સંભવિત વિસ્તાર જાહેર થયા છે...જ્યા 5 થી વધુ ગંભીર અકસ્માત અને 10 લોકોના મોત થયા હોય છે.. જેતલપુર, નરોડા, નારોલ, ઓઢવ, રામોલ, એસજી હાઇવે એસ.પી. રીંગ રોડ અને સરખેજ છે. આમ બ્લેક સ્પોટ પર અકસ્માત ઘટાડવા માટે કામગીરી કરાઇ રહી છે. પરંતુ અમદાવાદમાં સંભવિત અકસ્માત સ્થળો એવા બ્લેક સ્પોટમાં વધારો થઇ રહ્યો હોય તે એક ચિંતાનો વિષય બન્યો છે.

એક તરફ શહેરમાં માર્ગ અકસ્માત માં શહેરીજનો ના મોત થઈ રહ્યાં છે. ત્યાં બીજી તરફ શહેરી વિકાસની બેદરકારી પણ સામે આવી રહી છે. માર્ગ સલામતી અને રોડ સેફ્ટીના એડવાઈઝરનું કહેવુ માનીએ તો, છેલ્લા 5 વર્ષમાં શહેરમાં વાહનો વધ્યાં પરંતુ રસ્તા સાંકળા જ રહ્યાં છે. એટલે કે શહેરના માર્ગ પર વાહનોની સંખ્યા અને તેના કારણે અકસ્માતો પણ વધ્યાં છે. જોકે વાહન ચાલકોનુ બેદકારી ભર્યું વાહન ચલાવવું પણ જીવલેણ અકસ્માત માટે જવાબદાર છે. ખાસ કરીને અકસ્માત ની તપાસ કરતા પોલીસના ધ્યાને એક હકિકત આવી કે, મોટા ભાગના વાહન ચાલકો મોબાઈલનો ઉપયોગ કરી વાહન ચલાવતા હોય છે. કે રોંગ સાઈડ અને સ્પીડ માં વાહન ચલાવવાના કારણે અકસ્માત નું પ્રમાણ વધ્યું હોવાનું ખુલ્યું છે.

આ પણ વાંચોઃ નક્ષત્ર સેફ વૉલ્ટ ચોરી કેસમાં ચોંકાવનારા ખુલાસા, પૂણેથી ચાવી બનાવવાનો કારીગર બોલાવ્યા, Geminiની મદદ લીધી

જીવલેણ બનેલા માર્ગો પર છેલ્લા 5 વર્ષમાં પોલીસે ઘણા એન્જીનીયરીંગ સુધારા કર્યા છે. જેમા મોટા સર્કલ હતા તેને નાના કરવામાં આવ્યા. રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને રોકવામાં આવ્યાં, તેમ છત્તાં અકસ્માતનો આંક કેમ નથી ઘટી રહ્યો.. જે તમામ માટે ચિંતાનો વિષય છે ત્યારે સવાલ એ છે કે, આખરે અમદાવાદના જીવલેણ રસ્તા ક્યારે શહેરીજનો માટે સુરક્ષિત માર્ગ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad black spots Safe City Ahmedabad Ahmedabad road accidents

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ