ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સંસદમાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, લગાવ્યા ગંભીર આરોપો

નેશનલ / સંસદમાં હોબાળા બાદ રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર, લગાવ્યા ગંભીર આરોપો

Published By: Kalpesh Kandoria

Last Updated: 06:53 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી લોકસભામાં બોલવા ના દેવા બાબતે સવાલો ઉઠાવ્યા હતા અને સરકાર પર પ્રહારો કર્યા.

ADVERTISEMENT

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ભારે હોબાળા વચ્ચે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. સંસદમાં પોતાના ભાષણ દરમિયાન તેમને વારંવાર બોલવા દેવામાં ન આવ્યા હોવાનો આરોપ લગાવતા રાહુલ ગાંધીએ બાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે સરકાર વિરુદ્ધ બોલતા હોવાથી સંસદમાં તેમને બોલવાની પૂરતી તક આપવામાં આવી નહીં. તેમણે કહ્યું કે જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન જે રીતે કાર્યવાહી કરવામાં આવી, તે અંગે પણ તેઓ સંસદમાં અવાજ ઉઠાવવા માંગતા હતા.

રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ભાજપે કડક વિરોધ નોંધાવ્યો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે વિદ્યાર્થીઓ પર કોઈ ગોળીબાર કરવામાં આવ્યો નથી અને રાહુલ ગાંધી કયા આધાર પર આવા આરોપ લગાવી રહ્યા છે તે સ્પષ્ટ કરવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા સંબંધિત કાર્યવાહીનો નિર્ણય જિલ્લા મેજિસ્ટ્રેટ લે છે, કોઈ કેન્દ્રીય મંત્રી નહીં.

રાહુલ ગાંધીના આરોપો અને ભાજપના જવાબ બાદ આ મુદ્દે રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે. બંને પક્ષો એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે, જ્યારે સમગ્ર મામલો હવે રાજકીય ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rahul Gandhi Press Conference Rahul Gandhi Monsoon Session

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ