બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે કાલે મતદાન, ચૂંટણી પહેલાં જાણો કોનું પલડું ભારે
Last Updated: 05:17 PM, 29 July 2026
વડોદરા 145-માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઈને ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. આવતીકાલે, તા. 30 જુલાઈ 2026ના રોજ સવારે 7:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીના એક દિવસ અગાઉ ભવન્સ શાળા ખાતેથી ઈવીએમ અને વીવીપેટ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાંથી ચૂંટણી ફરજ પર નિયુક્ત કર્મચારીઓ જરૂરી સામગ્રી સાથે પોતાના મતદાન મથકો તરફ રવાના થયા હતા.
ADVERTISEMENT
2,19,494 નોંધાયેલા મતદારો માટે 260 મતદાન મથકો તૈયાર
ચૂંટણી અધિકારીઓની દેખરેખ હેઠળ મશીનોની ફાળવણી પ્રક્રિયા સુચારૂ અને પારદર્શક રીતે હાથ ધરાઈ હતી. માંજલપુર વિધાનસભા વિસ્તારમાં કુલ 2,19,494 નોંધાયેલા મતદારો માટે 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મતદારોને વધુ સુવિધા મળે તે માટે આ વખતે પ્રથમ વખત દરેક મતદાન મથકે મોબાઈલ ડિપોઝિશન સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે.
ADVERTISEMENT
260 મતદાન મથકો પર 100 ટકા વેબકાસ્ટિંગની વ્યવસ્થા
મતદાન પ્રક્રિયાની સુરક્ષા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે તમામ 260 મતદાન મથકો પર 100 ટકા વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 520 કેમેરા મારફતે મતદાનની દરેક હિલચાલનું લાઈવ મોનિટરિંગ કલેક્ટર કચેરી ખાતે સ્થિત કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવશે.
ADVERTISEMENT
1,400થી વધુ પોલીસકર્મીઓ ફરજ બજાવશે
પોલિંગ સ્ટાફને 28 રૂટ મારફતે મતદાન મથકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયામાં 286 પ્રિસાઇડિંગ ઓફિસર, 858 પોલિંગ ઓફિસર, 286 પ્યુન તેમજ 1,400થી વધુ પોલીસકર્મીઓ ફરજ બજાવશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અર્ધલશ્કરી દળોની ટુકડીઓ પણ તહેનાત કરવામાં આવી છે. ઉપરાંત, સંવેદનશીલ મતદાન મથકો પર માઈક્રો ઓબ્ઝર્વર્સની પણ નિમણૂક કરવામાં આવી છે.
ADVERTISEMENT
બીજી તરફ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે મતદારો સુધી પહોંચવા માટે પૂરજોશમાં પ્રચાર કર્યો હતો. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતી માંજલપુર બેઠક પર આ વખતે પણ સીધી ટક્કર જોવા મળી રહી છે, જ્યારે કોંગ્રેસ પરિવર્તનની આશા સાથે મેદાનમાં છે. મતદાન પૂર્ણ થયા બાદ તા. 3 ઓગસ્ટ 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે. તે દિવસે માંજલપુર વિધાનસભા બેઠકના નવા ધારાસભ્યના નામ પર અંતિમ મહોર લાગશે. હાલ સમગ્ર વિસ્તારની નજર આવતીકાલના મતદાન અને ત્યારબાદના પરિણામો પર કેન્દ્રિત થઈ છે.
માંજલપુર વિઘાનસભા સીટ પર કોનું પલડું ભારે?
ADVERTISEMENT
વડોદરાની માંજલપુર વિધાનસભા સીટની વાત કરીએ તો માંજલપુર વિધાનસભા સીટને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ સીટ 2008માં અસ્તિત્વમાં આવી હતી. 2012માં માંજલપુરની પહેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલને 67.33% મત મળ્યા હતા, તે પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને 65.50% મત મળ્યા હતા.
2012ની સરખામણીએ 2017માં ભાજપનો વોટશેર 1.83%થી ઘટ્યો હતો પરંતુ 2022માં વોટશેરમાં જબરો ઉછાળો જોવા મળ્યો. વિધાનસભા ચૂંટણી 2022માં માંજલપુરમાં ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે 75.85% વોટશેર મેળવી જીતની હેટ્રિક લગાવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હજારો ફ્લેટ બન્યા, પણ પાયાની સુવિધાઓ જ ભૂલાઈ ગઈ, AMCના અધિકારીઓની પોલ ખુલી
માંજલપુરના તત્કાલિન ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થતાં આ સીટ ખાલી થઇ હતી, જ્યાં હવે આવતી કાલે 30 જુલાઇએ પેટાચૂંટણી યોજાવા જઇ રહી છે. ભાજપ તરફથી સતીષભાઇ પટેલ અને કોંગ્રેસ તરફથી લડી રહેલા ભીખાભાઇ રબારીનું ભાવી કાલે EVMમાં કેદ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.