બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 16 મહિનામાં જ બની જશે સુભાષબ્રિજ, અમદાવાદીઓની અગવડ દૂર કરવા લેવાયો મોટો નિર્ણય!

ગુજરાત / 16 મહિનામાં જ બની જશે સુભાષબ્રિજ, અમદાવાદીઓની અગવડ દૂર કરવા લેવાયો મોટો નિર્ણય!

Published By: Nidhi Panchal

Last Updated: 03:13 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના 53 વર્ષ જૂના સુભાષબ્રિજના પુનઃનિર્માણને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વનો નિર્ણય લીધો છે. વાહનવ્યવહારને ઓછી અસર થાય તે માટે નવા 8-લેન બ્રિજનું કામ તબક્કાવાર પૂર્ણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા સુભાષબ્રિજના પુનઃનિર્માણ પ્રોજેક્ટમાં વાહનવ્યવહારને ઓછામાં ઓછી અસર થાય તે માટે તબક્કાવાર કામગીરી કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે. રોડઝ એન્ડ બિલ્ડીંગ્ઝ કમિટીની એજન્ડામાં નવા 8-લેન પોર્ટલ ફ્રેમ બ્રિજનું સમગ્ર કામ ૨૪ મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે, જ્યારે તેની એક તરફનો બ્રિજ માત્ર ૧૬ મહિનામાં તૈયાર કરીને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

subhas

AMC દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત અનુસાર, ૫૩ વર્ષ જૂના સુભાષબ્રિજના ડિમોલિશન દરમિયાન સ્ટ્રક્ચરમાં વધતી તિરાડોને ધ્યાનમાં રાખીને આઈઆઈટી ગાંધીનગર, આઈઆઈટી રૂરકી અને કન્સલ્ટન્ટ AECOM સહિતની એક્સપર્ટ કમિટીએ હાલનાં સ્ટ્રક્ચરને મજબૂત બનાવવાને બદલે સંપૂર્ણપણે દૂર કરીને સ્વતંત્ર ફાઉન્ડેશન પર નવો બ્રિજ બનાવવાની ભલામણ કરી હતી. આ ભલામણના આધારે ‘ચેન્જ ઓફ સ્કોપ’ હેઠળ રૂ. ૨૪૧ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદના વર્લ્ડ હેરિટેજ સિટીના દરજ્જા સામે જોખમ, બે મોટા પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ નડી જશે!

પ્રોજેક્ટ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ અમલમાં મૂકવામાં આવશે. પ્રથમ તબક્કામાં એક તરફનો બ્રિજ ૧૬ માસમાં કાર્યરત થતાં વાહનવ્યવહારને મોટી રાહત મળશે, જ્યારે બાકીની કામગીરી પૂર્ણ કરીને સમગ્ર 8-લેન બ્રિજ આગામી ૨૪ માસમાં તૈયાર કરવામાં આવશે. આ અંગેના રિવાઇઝ્ડ ટેન્ડર અને સંબંધિત મંજૂરી માટેનો પ્રસ્તાવ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Subhash Bridge Ahmedabad Bridge AMC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ