બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હજારો ફ્લેટ બન્યા, પણ પાયાની સુવિધાઓ જ ભૂલાઈ ગઈ, AMCના અધિકારીઓની પોલ ખુલી
Last Updated: 03:25 PM, 29 July 2026
અમદાવાદ શહેરના શેલા, બોપલ અને ઘુમા વિસ્તારમાં ચોમાસા દરમિયાન દર વર્ષે રહીશો વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગત સપ્તાહે પડેલા ભારે વરસાદના કારણે એસજી હાઇવે આસપાસ નવા વિકસેલા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. નિષ્ણાતોના મતે આ સમસ્યા એટલા માટે ગંભીર બની છે, કારણ કે અહીંનો શહેરી વિકાસ જરૂરી અને પાયાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય તે પહેલાં જ ઝડપથી વધી ગયો છે.
ADVERTISEMENT
અર્બન પ્લાનિંગ એક્સપર્ટ પ્રો. સાસ્વત બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે શેલા-બોપલ-ઘુમા કોરિડોરમાં છેલ્લા એક દાયકામાં રિયલ એસ્ટેટનો વિકાસ ખૂબ જ ઝડપથી થયો છે. હજારો ફ્લેટ્સનું નિર્માણ થયું છે, પરંતુ પૂરતા પ્રમાણમાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઊભી થઈ નથી.
તેમણે જણાવ્યું કે બિલ્ટઅપ વિસ્તાર વધતાં ખુલ્લી જમીન ઘટી છે અને વરસાદી પાણી જમીનમાં ઊતરવાની ક્ષમતા ઓછી થઈ છે. તેની સામે સ્ટ્રોમ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર (વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા) પૂરતી ઝડપથી વિકસાવવામાં આવી નથી.
ADVERTISEMENT
તેમણે વધુમાં કહ્યું કે વરસાદની તીવ્રતા અણધારી રીતે વધી રહી છે. વિશ્વના કોઈ પણ શહેરમાં આવી સ્થિતિ સર્જાઈ શકે છે. સરકાર અને વહીવટીતંત્રએ જાહેર સુવિધાઓના મુદ્દે સાથે મળીને કામ કરવાની જરૂર છે.
શહેરી આયોજન માટે ચાર મહત્ત્વપૂર્ણ સુધારા જરૂરી
ADVERTISEMENT
૧. પૂરનું જોખમ ધરાવતા વિસ્તારોની ઓળખ કરી ત્યાં પ્રાથમિકતા સાથે માળખાકીય સુવિધાઓ ઊભી કરવી.
૨. ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમમાં સ્પોન્જ અને ગ્રીન એરિયાનો હિસ્સો વધારવો.
ADVERTISEMENT
૩. તળાવો અને જળસ્રોતોનું સંરક્ષણ તથા પુનઃસ્થાપન કરવું.
૪. પૂર માટે વહેલી ચેતવણી અને મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવી.
ADVERTISEMENT
બાંધકામ પહેલાં વરસાદી પાણીની વ્યવસ્થા જરૂરી
આ પણ વાંચોઃ શાળાએ વ્હિકલ લઈને આવતા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, હવે સ્કૂલ રાખશે લાઈસન્સનો હિસાબ
ADVERTISEMENT
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વિકાસ યોજનાઓમાં વરસાદી પાણીના સંગ્રહ અને જમીનમાં ઉતારવાની વ્યવસ્થા પર ધ્યાન આપવાની જરૂર છે. બિલ્ડરો દ્વારા બનાવવામાં આવતી રેસિડેન્શિયલ સ્કીમમાં પણ વરસાદી પાણીના નિકાલ અને રિચાર્જિંગની સુવિધા ફરજિયાત બનાવવી જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયાના નિષ્ણાતો જણાવે છે કે આ પ્રકારની અતિભારે વરસાદની ઘટનાઓની અસર ઘટાડવા માટે આગોતરાં આયોજન જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.