બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / RCB એ રચ્યો નવો ઈતિહાસ: 300 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની!

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / RCB એ રચ્યો નવો ઈતિહાસ: 300 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની!

Last Updated: 05:22 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

RCB એ 312 મિલિયન ડોલર (આશરે ₹2,985 કરોડ) ની બ્રાન્ડ વેલ્યુ હાંસલ કરીને વિશ્વની પ્રથમ 300 મિલિયન ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી ક્રિકેટ ટીમ બનીને નવો ઈતિહાસ રચ્યો છે. રિપોર્ટ અનુસાર, IPL ની બિઝનેસ એન્ટરપ્રાઈઝ વેલ્યુ વધીને 20.6 અબજ ડોલર થઈ ગઈ છે.

1/6

photoStories-logo

1. RCB એ રચ્યો નવો ઈતિહાસ: 300 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ ધરાવતી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની!

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માત્ર મેદાન પર ચોગ્ગા-છગ્ગા માટે જ નહીં, પરંતુ વ્યાપાર જગતમાં પણ દર વર્ષે નવા રેકોર્ડ સર્જી રહી છે. 2026 ની બ્રાન્ડ વેલ્યુએશન રિપોર્ટ અનુસાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વિશ્વની એવી પ્રથમ ક્રિકેટ ફ્રેન્ચાઈઝી બની ગઈ છે જેની બ્રાન્ડ વેલ્યુ 300 મિલિયન ડોલરના આંકડાને પાર કરી ગઈ છે. RCB ની વર્તમાન બ્રાન્ડ વેલ્યુ 312 મિલિયન ડોલર (આશરે ₹2,985 કરોડ) આંકવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. IPL ની વ્યાપારિક ક્ષમતામાં જંગી ઉછાળો

વૈશ્વિક રોકાણ બેંક Houlihan Lokey ની તાજેતરની રિપોર્ટ અનુસાર, IPL ની બિઝનેસ એન્ટરપ્રાઈઝ વેલ્યુ વધીને 20.6 અબજ ડોલર થઈ ગઈ છે. આ ગયા વર્ષની સરખામણીએ 11.4 ટકાનો વધારો દર્શાવે છે અને સતત બીજા વર્ષે લીગે ડબલ ડિજિટ (બે આંકડામાં) ગ્રોથ નોંધાવ્યો છે. આ ઉપરાંત, IPL ની સ્ટેન્ડ-અલોન બ્રાન્ડ વેલ્યુ 10.3 ટકા વધીને 4.3 અબજ ડોલરે પહોંચી છે. 2023 પછીથી લીગની બ્રાન્ડ વેલ્યુમાં 1.1 અબજ ડોલરથી વધુનો ઉમેરો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. RCB નંબર-1, મુંબઈ અને KKR બીજા ક્રમે

RCB એ સતત બીજા વર્ષે સૌથી મૂલ્યવાન IPL ફ્રેન્ચાઈઝી તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીમની બ્રાન્ડ વેલ્યુ 2025 ના 269 મિલિયન ડોલરથી વધીને 312 મિલિયન ડોલર થઈ છે, એટલે કે એક જ વર્ષમાં 16 ટકાનો વધારો થયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સૌથી મૂલ્યવાન ફ્રેન્ચાઈઝીઓની યાદી

મુંબઈ ઈન્ડિયન્સ: 264 મિલિયન ડોલર (બીજું સ્થાન) કોલકાતા નાઈટ રાઈડર્સ: 245 મિલિયન ડોલર (ત્રીજું સ્થાન) ચેન્નાઈ સુપર કિંગ્સ: 244 મિલિયન ડોલર (ચોથું સ્થાન)

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૈશ્વિક રોકાણકારોની હોડ અને નવા સોદા

રિપોર્ટમાં જણાવાયું છે કે આ વર્ષે થયેલા મોટા રોકાણ સોદાઓએ IPL ની વ્યાપારિક તાકાત વધુ મજબૂત કરી છે. RCB ને 1.78 અબજ ડોલરના વેલ્યુએશન પર બ્લેકસ્ટોન, બોલ્ટ વેન્ચર્સ, આદિત્ય બિરલા ગ્રુપ અને ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપના કન્સોર્ટિયમ દ્વારા ખરીદવામાં આવી હતી. જ્યારે રાજસ્થાન રોયલ્સનું વેલ્યુએશન 1.65 અબજ ડોલર રહ્યું હતું. પંજાબ કિંગ્સના સહ-માલિક નેસ વાડિયાએ જણાવ્યું હતું કે, તેમને હંમેશા વિશ્વાસ હતો કે IPL વિશ્વની સૌથી મોટી રમત લીગમાં સામેલ થશે, પરંતુ આટલી ઝડપે આ સિદ્ધિ મળશે તેવી અપેક્ષા નહોતી. વૈશ્વિક રોકાણકારોનું આગમન 2008 માં લેવાયેલા વિઝન અને નિર્ણયને સાચો સાબિત કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. ડિજિટલ પ્લેટફોર્મ પર 1.06 અબજ સ્ક્રીન સુધી પહોંચ

અધિકૃત પ્રસારક JioStar ના આંકડા અનુસાર, IPL 2026 સીઝન 1.06 અબજ સ્ક્રીન સુધી પહોંચી હતી, જ્યારે તેની કુલ વ્યુઅરશિપમાં 7 ટકાનો વધારો નોંધાયો હતો. Connected TV સૌથી ઝડપથી વિકસતું પ્લેટફોર્મ રહ્યું, જ્યાં રીચમાં 26 ટકાનો ઉછાળો આવ્યો. જ્યારે પરંપરાગત ટીવી રેટિંગમાં 18.8 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડિજિટલ વ્યુઅરશિપ, પ્રીમિયમ સ્પોન્સરશિપ અને મોંઘા મીડિયા રાઈટ્સના કારણે IPL ની કુલ આવક 1.8 અબજ ડોલરથી વધુ પહોંચી ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

RoyalChallengersBengaluru IPL2026 RCB
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ