બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે ખેડૂતો અને અસરગ્રસ્તોને સહાયની માંગ, કોંગ્રેસના ધારાસભ્યએ લખ્યો પત્ર
Last Updated: 06:49 PM, 29 July 2026
રાજ્યમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતો તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય અને સર્વેની માંગ કરી છે.
ADVERTISEMENT
અનેક ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું
કિરીટ પટેલે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે અનેક ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. ઉપરાંત શહેરો અને ગામડાઓમાં અનેક લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં ઘરવખરી સહિતની કિંમતી ચીજવસ્તુઓને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. આવા સંજોગોમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય આપવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી છે.
ADVERTISEMENT
તેમણે અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે સામાન્ય વરસાદમાં પણ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચ છતાં વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા અસરકારક રીતે કાર્યરત ન હોવાનું તેમણે જણાવ્યું છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે કાલે મતદાન, ચૂંટણી પહેલાં જાણો કોનું પલડું ભારે
કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્ય સરકારને ખેડૂતોના પાકના નુકસાનનું તાત્કાલિક સર્વેક્ષણ કરાવી વળતર જાહેર કરવાની તેમજ વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને પણ યોગ્ય સહાય પેકેજ આપવાની માંગ કરી છે. સાથે જ શહેરોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી આયોજન અને કામગીરી હાથ ધરવા પણ અપીલ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.