બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / Video:તમારી સ્કીલ તમને અપાવશે જર્મનીના વિઝા, જાણો અરજી કરવાની રીત

તમારા કામનું / Video:તમારી સ્કીલ તમને અપાવશે જર્મનીના વિઝા, જાણો અરજી કરવાની રીત

Published By: Kalpesh Kandoria

Last Updated: 07:15 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશ જવાનું દરેકને ગમે, પરંતુ કયા વિઝા માટે અપ્લાય કરવું, એ ન સમજાતું હોય. ઘણીવાર ખોટા વિઝા માટે અપ્લાય કરીને રિજેક્શન પણ આવે. પણ આના માટે એ સમજવું જરૂરી છે કે તમે કયા પ્રકારના વિઝા અપ્લાય કરશો, તો તમારો વિદેશ જવાનો યોગ વધારે પ્રબળ બનશે.

આ વખતે વાત જર્મનીની. જર્મની આજે વિશ્વના એવા દેશોમાંનો એક છે, જ્યાં સ્કીલ્ડ અને અનુભવી પ્રોફેશનલ્સ માટે રોજગારની ઘણી તકો ઉપલબ્ધ છે. જો તમારી પાસે જરૂરી લાયકાત, અનુભવ અથવા કોઈ ખાસ સ્કિલ છે, તો તમે જર્મનીમાં કાયદેસર રીતે કામ કરવા માટે વર્ક વિઝા મેળવી શકો છો. પણ એની પહેલા એ સમજી લઈ કે જર્મનીમાં ફાયદા શું મળે છે?

જર્મનીમાં કામ કરવાના શું ફાયદા છે?

જો તમારી પાસે જર્મનીની કોઈ કંપની તરફથી માન્ય (Valid) Job Offer હોય અને તમે જરૂરી શરતો પૂર્ણ કરતા હો, તો તમે જર્મનીમાં કાયદેસર રીતે રહી અને કામ કરી શકો છો.

માત્ર એટલું જ નહીં, જો તમે લાંબા સમય સુધી જર્મનીમાં કામ કરો અને સરકારના નિયમોનું પાલન કરો, તો ભવિષ્યમાં તમને નીચેના લાભો પણ મળી શકે છે:

Permanent Residency (PR) મેળવવાની તક

ત્યારબાદ German Citizenship માટે અરજી કરવાની તક

જર્મનીના વર્ક વિઝા કોને માટે જરૂરી છે?

જો તમે યુરોપિયન યુનિયન (EU), યુરોપિયન ઇકોનોમિક એરિયા (EEA) અથવા સ્વિટ્ઝર્લૅન્ડના નાગરિક નથી, તો સામાન્ય રીતે જર્મનીમાં કામ કરવા માટે તમારે Work Visa, Residence Permit જરૂરી રહેશે Work Visa તમને જર્મનીમાં પ્રવેશ કરીને કામ શરૂ કરવાની મંજૂરી આપે છે, જ્યારે Residence Permit તમને ત્યાં કાયદેસર રીતે રહેવા અને કામ ચાલુ રાખવાની પરવાનગી આપે છે.

જર્મનીનો વર્ક વિઝા મેળવવા માટે શું જરૂરી છે?

ભારત સહિત EU બહારના દેશોના નાગરિકો માટે સામાન્ય રીતે જર્મની જતાં પહેલાં Work Visa મેળવવો જરૂરી હોય છે.

તે માટે નીચેની બાબતો જરૂરી બની શકે છે

જર્મનીની કંપનીનું માન્ય Job Offer, માન્ય ડિગ્રી અથવા પ્રોફેશનલ લાયકાત, જરૂરી હોય તો જર્મનીમાં માન્ય (Recognized) Qualification, જરૂરી દસ્તાવેજો,કેટલીક સ્થિતિમાં નાણાકીય સક્ષમતા (Financial Support)નો પુરાવો, કેટલીક નોકરીઓ માટે જર્મન ભાષાનું જ્ઞાન, જર્મની પહોંચ્યા બાદ Residence Permit

જો તમે EU Blue Card માટે અરજી કરો છો, તો સરકાર દ્વારા નક્કી કરાયેલ Minimum Salaryની શરત પણ પૂર્ણ કરવી જરૂરી છે.

જર્મનીના 5 વર્ક વિઝા

  1. Skilled Worker Visa

જો તમારી પાસે માન્ય ડિગ્રી અથવા પ્રોફેશનલ લાયકાત છે અને જર્મનીમાંથી Job Offer મળ્યું છે, તો આ વિઝા તમારા માટે યોગ્ય હોઈ શકે છે.

  1. EU Blue Card

EU Blue Card ખાસ કરીને એવા Highly Qualified Professionals માટે છે, જેમને સારા પગારવાળી નોકરી મળી હોય અને જે સરકાર દ્વારા નક્કી કરેલી Minimum Salaryની શરત પૂર્ણ કરતા હોય.

  1. Experienced Worker Visa

જો તમારી પાસે તમારા ક્ષેત્રમાં સારો અનુભવ છે, તો તમે Experienced Worker Visa માટે અરજી કરી શકો છો.

આ વિઝા ખાસ કરીને એવા ઉમેદવારો માટે છે, જેમનો અનુભવ જર્મનીના Labour Marketની જરૂરિયાતોને અનુરૂપ હોય.

  1. Self-Employment અથવા Freelance Visa

જો તમે જર્મનીમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા Freelancer તરીકે કામ કરવા માંગો છો, તો આ વિઝા તમારા માટે યોગ્ય વિકલ્પ બની શકે છે.

  1. Research Visa

જો તમે Research અથવા Academic ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને જર્મનીમાં સંશોધન કરવા જઈ રહ્યા છો, તો તમે Research Visa માટે અરજી કરી શકો છો.

આ વિઝા ખાસ કરીને Researchers અને Scientists માટે બનાવવામાં આવ્યો છે.

જર્મનીના વર્ક વિઝા માટે અરજી કેવી રીતે કરવી?

જો તમે ભારતમાંથી અરજી કરી રહ્યા છો, તો સામાન્ય રીતે નીચેની પ્રક્રિયા અનુસરવી પડે છે.

  1. German Embassy અથવા Consulateમાં અરજી કરો

તમારી નજીકની German Embassy અથવા Consulate દ્વારા Work Visa માટે અરજી કરો. કેટલીક જગ્યાએ Online Applicationની સુવિધા પણ ઉપલબ્ધ હોય છે.

  1. જરૂરી દસ્તાવેજો સબમિટ કરો

અરજી સાથે નીચેના દસ્તાવેજો સબમિટ કરવા પડે છે

પાસપોર્ટ, Job Offer Letter, શૈક્ષણિક પ્રમાણપત્રો, પ્રોફેશનલ લાયકાતના દસ્તાવેજો, અન્ય જરૂરી દસ્તાવેજો

  1. Biometric Appointment પૂર્ણ કરો

તમારે વ્યક્તિગત રીતે હાજર રહી Biometric પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.

આ પણ વાંચો- ગ્રીન કાર્ડ છોડીને ભારત પરત આવી રહ્યા છે ગુજરાતીઓ? જાણો કયા સંજોગોમાં વડીલોને લેવો પડે છે આ મોટો નિર્ણય

વર્ક વિઝા કેટલા સમય માટે માન્ય હોય છે?

સામાન્ય રીતે Germany Work Visa એક વર્ષ સુધી માટે આપવામાં આવે છે.

ત્યારબાદ તમને Residence Permit આપવામાં આવે છે, જે ઘણી વખત ચાર વર્ષ સુધી માન્ય હોઈ શકે છે.

જો તમારો Job Contract ચાર વર્ષથી ઓછા સમયનો હોય, તો Residence Permit સામાન્ય રીતે તમારા Job Contractની મુદત ઉપરાંત લગભગ ત્રણ મહિના વધુ માટે આપવામાં આવે છે.

જર્મનીમાં કામ કરવા ઇચ્છતા લોકો માટે અલગ-અલગ પ્રકારના Work Visa ઉપલબ્ધ છે. તમારી લાયકાત, અનુભવ અને વ્યવસાયના આધારે યોગ્ય વિઝા પસંદ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમારી પાસે માન્ય Job Offer, જરૂરી લાયકાત અને યોગ્ય દસ્તાવેજો છે, તો તમે જર્મનીમાં કાયદેસર રીતે કામ કરવાની સાથે ભવિષ્યમાં Permanent Residency અને German Citizenship તરફ પણ આગળ વધી શકો છો.

અરજી કરતા પહેલાં તમામ શરતો, જરૂરી દસ્તાવેજો અને યોગ્ય વિઝા કેટેગરી વિશે સંપૂર્ણ માહિતી મેળવીને જ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Germany Work Visa Germany Skilled Worker Visa Germany Work Visa from India

Published by

Kalpesh Kandoria
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ