બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં 5 બાળકોના જીવ ભરખી ગયો, આ જિલ્લામાંથી મળ્યા કેસ

ગાંધીનગર / ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં 5 બાળકોના જીવ ભરખી ગયો, આ જિલ્લામાંથી મળ્યા કેસ

Published By: Vishal Khamar

Last Updated: 07:36 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં ચાંદીપુરા વાયરસ જીવલેણ બની રહ્યો છે. ચાંદીપુરાના કારણે રાજ્યના વધુ 5 બાળકોના મોત થયા છે.

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસો સતત ચિંતા વધારી રહ્યા છે. વાયરસના કારણે વધુ પાંચ બાળકોના મોત નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે તેમજ દવાનો છંટકાવ સહિતની કામગીરી તેજ કરવામાં આવી છે.

માણસા તાલુકાના ચરાડા ગામમાં બાળકનું મોત

માણસા તાલુકાના ચરાડા ગામમાં 4 વર્ષના બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. ઘટનાને પગલે આરોગ્ય વિભાગે ગામ અને આસપાસના વિસ્તારમાં 364થી વધુ ઘરોમાં આરોગ્ય સર્વે હાથ ધર્યો છે તેમજ જીવાત નિયંત્રણ માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે.

ધ્રોલમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત

જામનગર જિલ્લાના ધ્રોલમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી એક બાળકનું મોત થયાનું સામે આવ્યું છે. હાલમાં જામનગરની જીજી હોસ્પિટલમાં બે બાળકો ચાંદીપુરાની સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં 3 વર્ષના બાળકનું પણ ચાંદીપુરા વાયરસના કારણે મોત

બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ચાંગા ગામમાં 3 વર્ષના બાળકનું પણ ચાંદીપુરા વાયરસના કારણે મોત થયું છે. ઉપરાંત મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના દેલવાડા ગામમાં એક બાળકી અને ખેડા જિલ્લાના મહુધાની 9 વર્ષની બાળકીનું પણ ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ થયું હોવાનું નોંધાયું છે.

9 મહિનાના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ

આ તરફ ભાવનગર જિલ્લાના કાળાતળાવ ગામમાં 9 મહિનાના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકની સારવાર ચાલી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોની તપાસ તથા જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ચાંદીપુરા વાયરસના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સ, મચ્છર અને રેતીમાખી નિયંત્રણ માટે દવાનો છંટકાવ તેમજ લોકોને સ્વચ્છતા જાળવવા અને બાળકોમાં તાવ, ઉલટી, બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Health News Chandipura Virus Gujarat News

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ