બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / MINIની સૌથી સ્ટાઇલિશ Convertibleનું ખાસ એડિશન લૉન્ચ, જાણો કિંમત અને ફીચર

photo-story

5 ફોટો ગેલેરી

ઓટો / MINIની સૌથી સ્ટાઇલિશ Convertibleનું ખાસ એડિશન લૉન્ચ, જાણો કિંમત અને ફીચર

Last Updated: 11:22 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં મિની કૂપરે પોતાની ખાસ કાર 'કૂપર કન્વર્ટિબલ સ્ટારડસ્ટ એડિશન' લોન્ચ કરી દીધી છે. ખુલ્લી છત ધરાવતી આ લક્ઝરી કાર 240 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ ધરાવે છે અને તેનો ઇલેક્ટ્રિક સોફ્ટ ટોપ માત્ર 18 સેકન્ડમાં ખુલી જાય છે.

1/5

photoStories-logo

1. MINIની સૌથી સ્ટાઇલિશ Convertibleનું ખાસ એડિશન લૉન્ચ, જાણો કિંમત અને ફીચર

મિની કૂપરે ભારતીય બજારમાં પોતાની નવી કાર 'કૂપર કન્વર્ટિબલ સ્ટારડસ્ટ એડિશન' લોન્ચ કરી છે. આ સ્પેશિયલ એડિશન કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ (CBU) રૂટ દ્વારા ભારતમાં લાવવામાં આવશે. આ ખાસ કારનું બુકિંગ કંપનીની અધિકૃત વેબસાઇટ પરથી શરૂ થઈ ગયું છે અને બ્રાન્ડે તેની ડિલિવરી પણ શરૂ કરી દીધી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કિંમત અને મોડલ સરખામણી

કૂપર કન્વર્ટિબલ સ્ટારડસ્ટ એડિશનને ₹62.90 લાખની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ મોડલ સ્ટાન્ડર્ડ કૂપર કન્વર્ટિબલ કરતાં ₹3.9 લાખ મોંઘું છે, જે ભારતમાં ₹59 લાખની એક્સ-શોરૂમ કિંમતે ઉપલબ્ધ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. ડિઝાઇન અને સોફ્ટ ટોપ ફીચર

આ સ્ટારડસ્ટ એડિશનમાં ગ્રાહકોને સ્પાર્કલિંગ કોપર ગ્રે એક્સટીરિયર શેડ અને ઓઆરવીએમ (ORVM) કેપ પર વાઇબ્રન્ટ સિલ્વર ફિનિશ મળશે. કારમાં વાઇબ્રન્ટ સિલ્વર ફિનિશ સાથે 18 ઇંચના જીસીડબ્લ્યુ (GCW) રેલી સ્પોક એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. કારના સોફ્ટ ટોપ પર યુનિક જેક ગ્રાફિક્સ જોવા મળે છે. આ ઇલેક્ટ્રિકલી ફોલ્ડિંગ સોફ્ટ ટોપ કાર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતી હોય ત્યારે પણ માત્ર 18 સેકન્ડમાં સંપૂર્ણપણે ખુલી જાય છે, જ્યારે તેને બંધ થવામાં લગભગ 15 સેકન્ડનો સમય લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. પ્રીમિયમ ઇન્ટિરિયર અને બૂટ સ્પેસ

કારની છત ખુલ્લી હોય ત્યારે તેમાં 160 લિટરની લગેજ સ્ટોરેજ કેપેસિટી મળે છે, જ્યારે સોફ્ટ ટોપ બંધ હોય ત્યારે 215 લિટરની બૂટ કેપેસિટી મળે છે. 9.4 ઇંચની સર્ક્યુલર ઓલેડ (OLED) ટચસ્ક્રીન (Mini OS 9 પર આધારિત), હેડ્સ અપ ડિસ્પ્લે (HUD), વાયરલેસ એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, હાર્મન કાર્ડન સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, વાયરલેસ ચાર્જર, રિયર વ્યૂ કેમેરા અને ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, હીટેડ સ્ટીયરીંગ વ્હીલ, સેફ્ટી ફીચર્સમાં ADAS લેવલ 1, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS), ABS અને ડાયનેમિક સ્ટેબિલિટી કંટ્રોલનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. એન્જિન, પાવર અને માઇલેજ

એન્જિન અને પાવરટ્રેનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કારમાં સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ વાળું જ 2.0 લિટરનું 4 સિલિન્ડર ટર્બો પેટ્રો એન્જિન આપવામાં આવ્યું છે, જે 204 HP નો પાવર અને 300 Nm નો ટોર્ક જનરેટ કરે છે. કાર 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સાથે આવે છે. કંપનીના દાવા મુજબ આ કાર 16.82 કિલોમીટર પ્રતિ લિટરની માઇલેજ આપે છે, જે સ્ટાન્ડર્ડ વેરિઅન્ટ કરતાં થોડી વધારે છે. આ કાર માત્ર 6.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને તેની મહત્તમ ઝડપ (Top Speed) 240 કિલોમીટર પ્રતિ કલાક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

StardustEdition MiniCooper MiniCooperConvertible
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ