બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ચોમાસાની 4 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થતાં તંત્ર 'હાઇ એલર્ટ' પર: 31 જુલાઈએ 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ
7 ફોટો ગેલેરી
Last Updated: 06:26 PM, 30 July 2026
1/7
ગુજરાતમાં એકસાથે વરસાદની ચાર-ચાર ભયાનક હવામાન સિસ્ટમ સક્રિય થતાં વહીવટી તંત્ર પૂર્ણપણે 'હાઇ એલર્ટ' મોડમાં આવી ગયું છે. આજથી આવનારા 6 દિવસ સુધી રાજ્યભરમાં આકાશી આફત જેવા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જુલાઈના રોજ સુરત સહિત 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરાયા બાદ, આવતીકાલે 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા અને સુરત સહિત 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. મુસળધાર વરસાદની આ ભીતિને પગલે બાળકોની સુરક્ષા માટે અમદાવાદ અને વડોદરાની તમામ સ્કૂલ-કોલેજોમાં ૩૧ જુલાઈએ રજા જાહેર કરી દેવામાં આવી છે, જ્યારે અમદાવાદમાં તમામ આંગણવાડીઓ 3 ઓગસ્ટ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
2/7
રાજ્ય પર તોળાતા ભારે સંકટને ધ્યાનમાં રાખીને ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં 'વેધર વૉચ ગ્રુપ'ની મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાહત કમિશનરે તમામ સંબંધિત વિભાગોને સાધનો અને રાહત ટીમોનું ત્વરિત મેપિંગ કરીને યુદ્ધના ધોરણે સજ્જ રહેવા આદેશ આપ્યા છે. આ ઉપરાંત, માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને જોખમી હોર્ડિંગ્સ તાત્કાલિક હટાવવા તેમજ કાચા મકાનો અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા નાગરિકોને એડવાન્સ વોર્નિંગ આપી સુરક્ષિત રાખવા સૂચના આપી છે.
3/7
બેઠકમાં વિષમ વરસાદી પેટર્ન અંગે ચર્ચા કરતાં જણાવવામાં આવ્યું હતું કે, વલસાડ-નવસારીમાં મોસમનો 100 ટકા જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે, જ્યારે અમદાવાદના ધોળકામાં ટૂંકા સમયમાં 20 ઇંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ નોંધાયો છે. આ કટોકટીમાં સંકલિત સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના પૂર સંભવિત વિસ્તારોમાંથી 53,600થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે અને પૂરના પાણીમાં ફસાયેલા 9600થી વધુ લોકોને સફળતાપૂર્વક ઉગારી લીધા છે.
4/7
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા મુજબ, રાજ્યમાં એકસાથે 4 મોટી સિસ્ટમ સક્રિય છે. પવનની ઝડપ 31થી 61 કિમી/કલાક સુધી પહોંચાડતી અને વાવાઝોડા પહેલાંની આ ભયાનક સિસ્ટમ અતિશય ભેજ અને તીવ્ર પવનો સાથે જળબંબાકાર સર્જે છે. ઓછા દબાણની આ વિશાળ પટ્ટી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચીને સાર્વત્રિક મુસળધાર વરસાદ લાવે છે. વાતાવરણના ઉપલા સ્તરમાં ચકરાવા આકારે ફરતા આ પવનો સ્થાનિક સ્તરે વાદળોનો જમાવડો કરી ભારે વરસાદ પાડે છે. ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતી આ બિન-ચોમાસુ સિસ્ટમ પશ્ચિમી પવનો સાથે મળીને વાતાવરણમાં ભારે અસ્થિરતા અને કમોસમી તીવ્રતા ઊભી કરે છે.
5/7
6/7
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ