બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / જંતર-મંતર પરના ‘કોકરોચ જનતા પાર્ટી’ આંદોલન પર બની રહી છે મોટી ફિલ્મ

photo-story

7 ફોટો ગેલેરી

મનોરંજન / જંતર-મંતર પરના ‘કોકરોચ જનતા પાર્ટી’ આંદોલન પર બની રહી છે મોટી ફિલ્મ

Last Updated: 05:30 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કોકરોચ જનતા પાર્ટીના જંતર-મંતર આંદોલન પર 20 કરોડના ભવ્ય બજેટમાં મસ્ત ફિલ્મ બની રહી છે. ‘ધ એક્સિડેન્ટલ કોકરોચ પાર્ટી’ નામની આ ફિલ્મ 2027માં રિલીઝ થવાની શક્યતા છે.

1/7

photoStories-logo

1. CJP આંદોલન

NEET પેપર લીકના વિવાદ અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માગણીને લઈને જંતર-મંતર પર ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ જે અનોખું અને ધ્યાન ખેંચી લેતું આંદોલન કર્યું તેની ચર્ચા આખા દેશમાં થઇ છે. હવે આ સમગ્ર રાજકીય ડ્રામા અને પર્દા પાછળની રમતને મોટા પડદે લાવવાની જોરદાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ફીચર ફિલ્મ

આ આંદોલન પર આખી ફીચર ફિલ્મ બનવા જઈ રહી છે, જેનું નામ ‘ધ એક્સિડેન્ટલ કોકરોચ પાર્ટી’ (The Accidental Cockroach Party) ઓથેન્ટીક રીતે રજિસ્ટર થઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. જયપુરના ગોવિંદ દેવ બનાવશે મુવી

જયપુરના ગોવિંદ દેવ ‘બ્રહ્મ’એ લાંબા સંશોધન અને સ્ક્રિપ્ટ પર મહેનત કર્યા બાદ આ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. કહેવાય છે કે આ ફિલ્મ આંદોલનની એવી અંદરની અને આઘાતજનક સાચી વાતો બહાર લાવશે જે અત્યાર સુધી સામાન્ય જનતાથી છુપાવી રાખવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પર્દા પાછળના રહસ્યો પડશે ખુલ્લા

NEET પેપર લીક બાદ જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શને શિક્ષણ વ્યવસ્થા તેમજ રાજકારણમાં ભારે હલચલ મચાવી દીધી હતી. આ આંદોલનના દબાણને કારણે જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો કહે છે કે આ માત્ર એક સાદી રાજકીય સ્ટોરી જ નહીં પરંતુ આંદોલનની પટકથા કેવી રીતે તૈયાર થઈ તેની પાછળ કયા ગેમપ્લાન અને દાવપેચ ચાલ્યા – એ બધું જ આ ફિલ્મમાં બતાવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કિંગ-સાઈઝ ટાઈટલ

આ ફિલ્મની જાહેરાત સાથે જ સૌથી વધુ ચર્ચા તેના કિંગ-સાઈઝ ટાઈટલને લઈને થઈ રહી છે. ‘ધ એક્સિડેન્ટલ કોકરોચ પાર્ટી’ – આ નામ એટલું અનોખું છે કે તે પોતે જ તે સમયના રાજકીય માહોલ પર શાનદાર વ્યંગ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. 20 કરોડનું બજેટ

આ કોઈ નાની-મોટી ડોક્યુમેન્ટરી નથી પણ પૂરેપૂરી બ્લોકબસ્ટર સ્ટાઈલની ફીચર ફિલ્મ હશે. આ પ્રોજેક્ટના સૂત્રો અનુસાર ફિલ્મનું બજેટ 20 કરોડ રૂપિયાથી વધુનું છે. હાલ જયપુરમાં ગોવિંદ દેવ ‘બ્રહ્મ’ની દેખરેખ હેઠળ સ્ક્રિપ્ટને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને શૂટિંગ લોકેશન્સ પસંદ કરવાનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. રિલીઝ ક્યારે?

આ ફિલ્મમાં કાસ્ટ અને ક્રૂને લઈને પણ પાછળથી ભારે ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં લીડ એક્ટર, ડિરેક્ટર અને મેકરની પસંદગી માટે મુંબઈમાં બોલિવુડના મોટા નામો સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. જો બધું પ્લાન મુજબ ચાલ્યું તો આ ફિલ્મ વર્ષ 2027માં સિનેમાઘરોમાં ધમાલ મચાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

CJP Cockroach Janata Party film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ