ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / કેનેડામાં રહેતા ભારતીય યુવકની પોસ્ટ વાઈરલ, સૌથી મોટી સમસ્યા અંગે કરી વાત, Reddit પર કમેન્ટ્સનો મારો
Last Updated: 10:45 AM, 30 July 2026
ADVERTISEMENT
Gujarati in Canada : કૅનેડા એક સમયે ભારતીય વિદ્યાર્થીઓ અને યુવાનો માટે 'ડ્રીમ ડેસ્ટિનેશન' ગણાતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં બદલાયેલા ઇમિગ્રેશન નિયમો, વધતી સ્પર્ધા અને મોંઘવારીને કારણે ઘણા ભારતીયો માટે ત્યાં કાયમી વસવાટનું સપનું હવે મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. આવી જ સ્થિતિ વર્ણવતી એક ભારતીય યુવકની Reddit પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ADVERTISEMENT
આ પોસ્ટમાં યુવકે લખ્યું છે કે તેણે કૅનેડાની યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ હાલમાં Big 4 કંપનીમાં નોકરી મેળવી છે. સારી નોકરી હોવા છતાં તેને કૅનેડામાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ દેખાતું નથી. યુવકનું કહેવું છે કે,"મારા માતા-પિતાએ મારા અભ્યાસ પાછળ ખૂબ મોટો ખર્ચ કર્યો છે. તેમણે લોન લીધી નહોતી, પરંતુ મોટી રકમ ખર્ચી હતી. તેથી અત્યારે ભારત પરત જતો રહું તો લાગે છે કે તેમનો બધો ખર્ચ વ્યર્થ થઈ જશે. પરંતુ બીજી તરફ કૅનેડામાં મનની શાંતિ પણ નથી મળતી. ભારતમાં હું વધુ શાંતિ અનુભવું છું."
ADVERTISEMENT
યુવકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે કૅનેડામાં જીવનની ગુણવત્તા સારી છે, વાતાવરણ સ્વચ્છ છે અને સુવિધાઓ પણ ઉત્તમ છે. છતાં રોજિંદા જીવનનો ખર્ચ એટલો વધી ગયો છે કે માત્ર સારી નોકરી હોવી હવે પૂરતી નથી. વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચને કારણે લાંબા ગાળે ત્યાં સ્થાયી થવું મુશ્કેલ લાગી રહ્યું છે.

ADVERTISEMENT
કૅનેડામાં ભારતીયો માટે Permanent Residency (PR) મેળવવાનો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ મુશ્કેલ બન્યો છે. ઇમિગ્રેશન વિભાગ (IRCC)ના આંકડા મુજબ, વર્ષ 2025ના પ્રથમ પાંચ મહિનામાં 49,115 ભારતીયોને PR મળ્યા હતા, જ્યારે 2026માં આ જ સમયગાળામાં આ સંખ્યા ઘટીને 36,910 થઈ છે. Express Entry સિસ્ટમ હેઠળ Comprehensive Ranking System (CRS)ના કટ-ઓફ સ્કોર પણ અગાઉના લગભગ 450થી વધીને હવે 500થી 530ની વચ્ચે પહોંચી ગયા છે. પરિણામે ભારતીય અરજદારો વચ્ચે સ્પર્ધા વધુ અઘરી બની છે.
ADVERTISEMENT
યુવકની પોસ્ટ પર હજારો લોકોએ પ્રતિસાદ આપ્યો છે. મોટાભાગના યુઝર્સે તેને ઉતાવળમાં ભારત પરત ન ફરવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
એક યુઝરે લખ્યું કે, "કૅનેડામાં માત્ર એક વર્ષનો અનુભવ પૂરતો નથી. થોડા વર્ષોનો વધુ અનુભવ મેળવો. ભારત પાછા ફર્યા બાદ પણ સારી નોકરી મળવી સરળ નથી."
બીજા યુઝરે કહ્યું કે, "જો તમે ભારતના મોટા શહેરમાં જશો તો ટ્રાફિક, પ્રદૂષણ અને શહેરી સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો પોતાના વતનમાં જશો તો કદાચ વધુ શાંતિ અનુભવશો."
ADVERTISEMENT
જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે, "કૅનેડા માત્ર ટોરોન્ટો અને વેન્કુવર નથી. દેશમાં અનેક એવા શહેરો છે જ્યાં રહેવાનો ખર્ચ ઘણો ઓછો છે. ભારત પાછા ફરવાને બદલે ઓછા ખર્ચવાળા શહેરમાં સ્થળાંતર કરવાનો વિકલ્પ પણ વિચારી શકાય."
તાજેતરના સમયમાં કૅનેડા સહિત અનેક દેશોમાં ઇમિગ્રેશન નીતિઓ વધુ કડક બની રહી છે. PR મેળવવાની વધતી મુશ્કેલીઓ, ઊંચો જીવન ખર્ચ અને રોજગારની અનિશ્ચિતતા વચ્ચે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને યુવાનો હવે વિદેશમાં સ્થાયી થવાના પોતાના નિર્ણય પર ફરી વિચાર કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પોસ્ટ પણ એ જ બદલાતી હકીકત તરફ ઈશારો કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT