બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / E20થી પરેશાન છો? હવે E25 પેટ્રોલ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો શું બદલાશે

કવાયત / E20થી પરેશાન છો? હવે E25 પેટ્રોલ લાવવાની તૈયારીમાં સરકાર, જાણો શું બદલાશે

Published By: Priykant Shrimali

Last Updated: 12:47 PM, 30 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

E20 Petrol Vs E25 Petrol : E20 પછી હવે E25 પેટ્રોલની તૈયારી, સરકારનું કહેવું છે કે, E25ને બજારમાં રજૂ કરતાં પહેલાં તેની દરેક તકનીકી અને સુરક્ષા સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

E20 Petrol Vs E25 Petrol : દેશમાં વધતા પ્રદૂષણને નિયંત્રિત કરવા અને સ્વચ્છ ઈંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પ્રયાસો કરી રહી છે. આ તરફ હાલ ચારેકોર ચર્ચામાં રહેલ E20 પેટ્રોલ બાદ હવે સરકાર E25 પેટ્રોલને લઈને પણ ઝડપથી આગળ વધી રહી છે. જોકે, સરકારનું કહેવું છે કે, E25ને બજારમાં રજૂ કરતાં પહેલાં તેની દરેક તકનીકી અને સુરક્ષા સંબંધિત પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

મહત્વનું છે કે, ભારતમાં દર વર્ષે લાખો નવા વાહનો રસ્તા પર આવે છે, જેના કારણે વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થાય છે. આ પડકારને ધ્યાનમાં રાખીને સરકારે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. E20 પેટ્રોલ પહેલેથી જ ઘણા વિસ્તારોમાં ઉપલબ્ધ છે અને હવે E25 પેટ્રોલના વિકાસ પર પણ કામગીરી તેજ કરવામાં આવી છે.

શું કહ્યું માહિતી અને પ્રસારણ મંત્રાલયે ?

તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે E25 પેટ્રોલ હાલમાં પરીક્ષણના તબક્કામાં છે. એન્જિનની કામગીરી, ફ્યુઅલ સિસ્ટમની સુસંગતતા, સુરક્ષા ધોરણો અને અન્ય તમામ વૈજ્ઞાનિક પરીક્ષણો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ જ તેને બજારમાં રજૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. સરકાર અને સંબંધિત સંસ્થાઓ E25 પેટ્રોલ માટે વિવિધ પ્રકારના ટેસ્ટ કરી રહી છે. તેમાં એન્જિન કેલિબ્રેશન, ફ્યુઅલ સિસ્ટમની મજબૂતાઈ, મટિરિયલ કોમ્પેટિબિલિટી, જંગ સામેની પ્રતિકારક ક્ષમતા અને સુરક્ષા ધોરણોની ચકાસણીનો સમાવેશ થાય છે. આ તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ જ આગામી નિર્ણય લેવામાં આવશે.

બીજી તરફ, કેટલાક વિસ્તારોમાં E20 પેટ્રોલ અંગે પણ લોકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. કેટલાક વાહનચાલકોનું કહેવું છે કે E20ના ઉપયોગથી વાહનના પ્રદર્શન પર અસર થઈ છે. જોકે સરકાર, વાહન ઉત્પાદકો અને ઓટોમોબાઇલ નિષ્ણાતોનું માનવું છે કે મંજૂર થયેલા E20-સુસંગત વાહનો માટે આ ઈંધણ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેનાથી પ્રદૂષણમાં ઘટાડો કરવામાં મદદ મળે છે. આગામી સમયમાં E25 પેટ્રોલ અંગે અંતિમ નિર્ણય પરીક્ષણોના પરિણામો અને વૈજ્ઞાનિક મૂલ્યાંકનના આધારે લેવામાં આવશે.

આ પણ વાંચો : રાજ્યની તમામ શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ! જાણો ક્યાં લેવાયો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે FDAનો મોટો નિર્ણય

E20 પેટ્રોલ શું છે?

  • E20 એટલે 20% ઇથેનોલ + 80% પેટ્રોલ.
  • ભારતમાં પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત ઘટાડવાના હેતુથી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
  • 2023 પછી લોન્ચ થયેલા ઘણા નવા વાહનો E20-સુસંગત બનાવવામાં આવ્યા છે.

E25 પેટ્રોલ શું છે?

  • E25 એટલે 25% ઇથેનોલ + 75% પેટ્રોલ.
  • સરકાર હાલમાં તેની એન્જિન કામગીરી, ફ્યુઅલ સિસ્ટમ, સલામતી અને લાંબા ગાળાની અસરનું પરીક્ષણ કરી રહી છે.
  • તમામ પરીક્ષણ સફળ થયા બાદ જ તેને બજારમાં રજૂ કરવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

E20 Petrol E25 Petrol Ethanol Blended Fuel

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ